Site icon Revoi.in

ઈવી ઈન્ડસ્ટ્રીમાં ₹3.4 લાખ કરોડનું જંગી રોકાણની આશા

Social Share

સ્થાનિક અને વિદેશી કંપનીઓએ આગામી છ વર્ષમાં ભારતના ઇલેક્ટ્રિક વાહનો (EV) અને સહાયક ઉદ્યોગોમાં રૂ. 3.4 લાખ કરોડના જંગી રોકાણની જાહેરાત કરી છે. કંપનીએ 2030 સુધીમાં 30 ટકા ઇલેક્ટ્રિક ગતિશીલતાના લક્ષ્યને હાંસલ કરવાની દિશામાં ધીમી પ્રગતિ પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ કોલિયર્સ ઇન્ડિયાએ દાવો કર્યો છે.

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયાએ ‘ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો: ઇલેક્ટ્રિક ગતિશીલતામાં નવી પ્રેરણા’ શીર્ષક હેઠળનો અહેવાલ બહાર પાડ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં કુલ ઈલેક્ટ્રિક વ્હીકલ પેનિટ્રેશન રેટ 8 ટકા છે. તેણે 2024માં લગભગ 2 મિલિયન (20 લાખ) ઇલેક્ટ્રિક વાહનોના વેચાણનો અંદાજ મૂક્યો છે. “દેશમાં ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવાની ગતિ પ્રશંસનીય રહી હોવા છતાં, તે અપેક્ષા મુજબ ઝડપી રહી નથી,” તેમ કન્સલ્ટન્ટે જણાવ્યું હતું.

રિપોર્ટમાં જણાવાયું છે કે, વિવિધ કંપનીઓએ 2030 સુધીમાં તબક્કાવાર રીતે EV લેન્ડસ્કેપમાં USD 40 બિલિયન (રૂ. 3,40,000 કરોડ)નું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે. તેમાંથી, લિથિયમ આયન બેટરી ઉત્પાદન માટે USD 27 બિલિયન અને OE (ઓરિજિનલ ઇક્વિપમેન્ટ) અને EV ઉત્પાદન માટે USD 9 બિલિયનનું રોકાણ કરવાની યોજના છે.

અહેવાલમાં જણાવાયું છે કે, “આગામી 5-6 વર્ષોમાં આયોજિત રોકાણોના અમલીકરણથી અસંખ્ય રિયલ એસ્ટેટની તકો ખુલી શકે છે, ખાસ કરીને ઔદ્યોગિક અને સંગ્રહ ક્ષેત્રમાં. રોકાણોથી જમીન સંપાદનને વેગ મળી શકે છે, અને લિથિયમ-આયન બેટરી સહિત ઈલેક્ટ્રીક વાગનો અને ઓઈ વિનિર્માણ એકમોની સ્થાપનામાં પણ તેજી આવી શકે છે.

Exit mobile version