Site icon Revoi.in

લીમખેડા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા માતા પુત્રીના મોત, બે ગંભીર

Social Share

અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે.દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક મહિલા અને તેની બે વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંન્ને ગંભીર રીતે ઘાયલ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લીમખેડા નજીક દૂધિયા નજીક હાઇવે પરથી એક ટ્રક અને કાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં મધ્યપ્રદેશના થાંદલા નજીક રહેતા એક પરિવારની માતા-પૂત્રીના મોત નિપજ્યા હતા. થાંદલા તાલુકામાં રહેતા 29 વર્ષીય પ્રેમીલાબેન કાળુભાઇ ડામોર અને બે વર્ષીય નયનાબેન કાળુભાઇ ડામોર અને બંન્ને માતા પુત્રીનાં શરીરે તેમજ હાથે-પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી. તેમના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા ઈજાગ્રસ્તને દાહોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતને લીધે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાની જાણ થતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. દરમિયાન પોલીસ આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તોને  સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ અકસ્માત બન્ને વાહનો પૂરઝડપે અથડાયા હતા. જેમાં કારનો ખુડદો બોલી ગયો હતો.

 

Exit mobile version