- ન્યૂઝિલેન્ડમાં રાષ્ટ્રીય કટોકટી જાહેર
- ચક્રવાત ગેબ્રિયલનું જોખમ
દિલ્હીઃ- તાજેતરમાં ન્યૂઝિલેન્ડ કુદરતી પ્રકોપ સામે લડજત લડી રહ્યું છે ન્યુઝીલેન્ડ સરકારે મંગળવારે નોર્થ આઇલેન્ડ પર વાવાઝોડાને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી હતી. ન્યુઝીલેન્ડના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે રાષ્ટ્રીય ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. 2019માં ક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલા પછી અને 2020માં કોવિડ વખતે કટોકટી લાદવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે ન્યૂઝિલેન્ડમાં ચક્રવાત ‘ગેબ્રિયલ’ને કારણે ન્યુ નોર્થ આઇલેન્ડમાં ભારે પૂર અને ભૂસ્ખલન થવા પામ્યું છે. આ સહીત સમુદ્ધમાં મોટા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. ભારે વરસાદ અને ભારે પવનને કારણે 40 હજાથી વધુ ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ છે અને સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
ભારે વરસાદ અને જોરદાર પવનને કારણે હજારો ઘરો વીજ પુરવઠો વિહોણા થયા બાદ ઈમરજન્સી મેનેજમેન્ટએ આ કટોકટીની જાહેરાત કરી છે. આ એક અભૂતપૂર્વ હવામાન ઘટના છે જે ઉત્તર ટાપુના મોટા ભાગ પર મોટી અસર કરી રહી છે.
ફાયર સર્વિસના ચીફ એક્ઝિક્યુટિવ કેરી ગ્રેગરીએ જણાવ્યું હતું કે સોમવાર સમગ્ર નોર્થ આઇલેન્ડ માટે મુશ્કેલ રાત હતી, પરંતુ તે આગ અને કટોકટી સેવા માટે વધુ મુશ્કેલ હતી. ખરાબ હવામાને સોમવારે ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ કરી હતી, પરંતુ એર ન્યુઝીલેન્ડે કહ્યું છે કે તે મંગળવાર બપોરથી કેટલીક સેવાઓ ફરી શરૂ કરવાની આશા રાખવામાંઆવે છે