- વોટ્સએપ કરી શકે છે ચેટ ફિચરમાં બદલાવ
- રિએક્શન આપી શકશે વોટ્સએપ યુઝર્સ
- લીલા રંગ સિવાય અન્ય રંગમાં પણ જોવા મળી શકે છે વોટ્સએપ
વોટ્સએપનો ઉપયોગ કરનારા લોકોને હવે વધુ એક સુવિધા મળવા જઈ રહી છે. વોટ્સએપનો ઉપયોગ કરનારા કરોડો લોકો હવે મેસેજ પર પણ તેમનું રિએક્શન આપી શકશે. જાણકારી અનુસાર આ રિએક્શન ફેસબુક, ટ્વીટર અને મેસેન્જર પ્લેટફોર્મની જેમ હોય શકે છે. આ ફિચરથી યૂઝર્સનો ચેટિંગ એક્સપિરિયન્સ વધુ સારો બનશે અને દરેક મેસેજ માટે ટાઇપ કરવાની જરૂર નહી પડે. વોટ્સએપનું આ ફિચર હાલમાં ટેસ્ટિંગ સ્ટેજમાં છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે વોટ્સએપમાં જલ્દી જ યૂઝર્સને રિએક્ટ ઇમોજી આઇકોન પ્રાપ્ત થઈ શકે છે જે ફેસબુક પોસ્ટની જેમ જ હોઈ શકે છે. ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પર રિએક્શન આપવા માટે યૂઝર્સે મેસેજ પર થોડી વાર ક્લિક કરી રાખવુ પડે છે. ત્યારબાદ પોપઅપમાં જોવા મળતી ઇમોજીમાંથી એકને પસંદ કરવાની હોય છે.
જોકે હમણાંથી કહેવુ મુશ્કેલ છે કે વોટ્સએપમાં આવનાર રિએક્શન ફિચર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવુ જ હશે કે પછી નહીં. હાલમાં આ ફિચર શરૂઆતના ચરણમાં છે માટે હાલમાં તે બીટા વર્ઝન માટે પણ જાહેર કરવામાં નથી આવ્યું.
આ ઉપરાંત વાત એવી પણ છે કે હમણાં સુધી વોટ્સએપને તમે ફક્ત એક લીલા રંગમાં જ જોયુ છે પરંતુ હવે કંપની યૂઝર્સને કલર ઓપ્શન આપવા જઇ રહી છે. આવનાર આ નવા કલર વોટ્સએપના ડાર્ક અને લાઇટ બંને મોડ માટે ઉપલબ્ધ હોઈ શકે છે.