Site icon Revoi.in

વોટ્સએપનું નવું ફીચર! હવે પોતાને જ મોકલી શકશો મેસેજ

Social Share

વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabitiphone એ માહિતી શેર કરી છે કે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ટૂંક સમયમાં એક નવું ફીચર સામેલ થવા જઈ રહ્યું છે, જેની મદદથી યુઝર્સ પોતાની સાથે ચેટ કરી શકશે.

વોટ્સએપનું આ ફીચર એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, જેઓ પોતાનો કોઈ પણ ડેટા સેવ કરવા અથવા કોઈપણ બિલ વગેરે સેવ કરવા માટે તેનો ફોટો ક્લિક કરે છે. લોકોને તાજેતરમાં ક્લિક કરેલા ફોટા તો સરળતાથી મળી જાય છે, પરંતુ વધુ જૂની સામગ્રી મળતી નથી. આવી સ્થિતિમાં, વોટ્સએપ યુઝર્સ તેમના ચેટ બોક્સને ખોલી શકે છે અને તેમાં લિંક શેર કરી શકે છે, જેને તેઓ ખોલીને ફરીથી સર્ચ કરી શકે છે.

ઉલ્લેખીનીય છે કે દરેક વ્યક્તિનું WhatsApp એકાઉન્ટ લિંક હોવું જોઈએ. આપને જણાવી દઈએ કે તમારી સાથે ચેટ કરવાનો ઓપ્શન પહેલેથી જ છે, પરંતુ તેના માટે યુઝર્સને લાંબી પ્રોસેસ ફોલો કરવી પડે છે, જેના કારણે દરેક લોકો તેને ફોલો કરી શકતા નથી.

આ સિવાય વોટ્સએપ ગૂગલ બીટા પ્રોગ્રામ હેઠળ વર્ઝન 2.22.19.10નું નવું અપડેટ રજૂ કરી રહ્યું છે. WhatsApp કેટલાક બીટા ટેસ્ટર્સ માટે એપ લેંગ્વેજ સેટિંગ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. WABetaInfo દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ નવા ફીચરનું નામ ‘App Language’છે, અને તે WhatsAppના Android Beta 2.22.19.10 માટે રિલીઝ કરવામાં આવી રહ્યું છે. WB દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, નવા ફીચર દ્વારા, બીટા ટેસ્ટર્સ હવે WhatsApp સેટિંગ્સમાં જ એપની ભાષા બદલી શકશે.