Site icon Revoi.in

ગૂગલમાં આવશે નવું ફીચર,એન્ડ્રોઈડ યુઝર્સ હવે તેમના ફોનના ફોલ્ડર લોક કરી શકાશે

Social Share

ગૂગલ દ્વારા અવાર નવાર કાંઈકને કાંઈક નવી ટેક્નોલોજી અને ફીચર લોન્ચ કરવામાં આવતા હોય છે. ગૂગલને ડેટા સાચવણી માટે વિશ્વની સૌથી સુરક્ષિત કંપની માનવામાં આવે છે, અને હવે તેમાં ગૂગલ વધારો કરવા જઈ રહ્યું છે. તો વાત એવી છે કે ગૂગલે જાહેરાત કરી છે કે લોક કરેલ ફોલ્ડર ઇન ફોટો ફીચર ટૂંક સમયમાં તમામ એન્ડ્રોઇડ ડિવાઇસ પર ઉપલબ્ધ થશે.

એકવાર તે લાઇવ થઈ જાય પછી, વપરાશકર્તાઓ ગૂગલ ફોટોઝ તરફથી સૂચના પ્રાપ્ત કર્યા પછી આ ફોલ્ડર સેટ કરી શકશે. ગૂગલ ફોટોઝ લોક કરેલ ફોલ્ડર એપ્લીકેશનની મુખ્ય ગ્રીડ, સર્ચ અને તમારા ડિવાઇસના ફોટાને એક્સેસ કરતી એપ્લિકેશન્સમાંથી પસંદ કરેલા ફોટા/વીડિયો છુપાવે છે.

ખાનગી મીડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મૂજબ જો વાત કરવામાં આવે તો આ સુવિધાઓ જૂનમાં નવા પિક્સેલ ફોન્સ પર જ રજૂ કરવામાં આવી હતી. ગૂગલે હજી સુધી જાહેર કર્યું નથી કે આ ફીચર તમામ સ્માર્ટફોનમાં ક્યારે લાવવામાં આવશે. ફોટો લોક કરેલ ફોલ્ડર ટૂંક સમયમાં એન્ડ્રોઇડ 6.0 અને તેનાથી ઉપરનાં ઉપકરણો માટે ઉપલબ્ધ થશે.

વધુમાં, આ ફોટાઓનો બેકઅપ કે, શેર કરવામાં આવશે નહીં અને તેમને એક્સેસ કરવા માટે ડિવાઇસ સ્ક્રીન લોકની જરૂર પડશે. વપરાશકર્તાઓ સુરક્ષિત સ્થાનની અંદર હોય તો પણ તેમને સ્ક્રીનશોટ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ગૂગલે અગાઉ એક ટ્વિટમાં કહ્યું હતું કે, “ગૂગલ ફોટોઝમાં લોક ફોલ્ડર સાથે, તમે પાસકોડ-સુરક્ષિત સ્થાન પર ફોટા ઉમેરી શકો છો અને જ્યારે તમે તમારા ફોન પર ફોટા અથવા અન્ય એપ્લિકેશન્સ દ્વારા સ્ક્રોલ કરો ત્યારે તે દૃશ્યક્ષમ રહેશે નહીં.” લોક કરેલ ફોલ્ડર સૌપ્રથમ ગૂગલ પિક્સેલ અને અન્ય એન્ડ્રોઇડ ડિવાઇસ પર લોન્ચ થઇ રહ્યું છે. ગૂગલ ફોટોઝ એપમાં, તમે લાઇબ્રેરી – યુટિલિટીઝ – લોક્ડ ફોલ્ડરમાં જઈને લોક કરેલું ફોલ્ડર સેટ કરી શકો છો.