Site icon Revoi.in

વોટ્સએપ પર આવશે એક નવું ફીચર, Status હવે ડાયરેક્ટ ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી શકાશે

Social Share

વિશ્વભરના મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ માટે WhatsAppનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. 2 અબજથી વધુ લોકો ચેટિંગ, વૉઇસ કૉલિંગ અને વીડિયો કૉલ્સ માટે વૉટ્સએપનો ઉપયોગ કરે છે. આટલા મોટા યુઝર બેઝને કારણે કંપની તેના પ્લેટફોર્મને સતત અપગ્રેડ કરતી રહે છે જેથી વપરાશકર્તાઓને નવા અનુભવો મળે. હવે WhatsApp સ્ટેટસ સેક્શનમાં એક નવું ફીચર આપવા જઈ રહ્યું છે.

હાલમાં, જ્યારે યુઝર્સ તેમના વોટ્સએપ સ્ટેટસ શેર કરે છે, ત્યારે તેમને ફેસબુક સ્ટોરી પર શેર કરવાનો વિકલ્પ પણ મળે છે, પરંતુ ટૂંક સમયમાં કંપની યુઝર્સને બીજો વિકલ્પ આપવા જઈ રહી છે.રિપોર્ટ અનુસાર, હવે તમે ફેસબુકની સાથે સાથે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પણ WhatsApp સ્ટેટસ શેર કરી શકશો.

વોટ્સએપ પર આવનારા આ ફીચરની માહિતી કંપની પર નજર રાખતી લોકપ્રિય વેબસાઈટ Wabetainfo દ્વારા આપવામાં આવી છે. આ ફીચર આવ્યા બાદ યુઝર્સને પહેલા કરતા વધુ સુવિધા મળશે. હવે યુઝર્સ એક સાથે ત્રણ જગ્યાએ એક સ્ટેટસ શેર કરી શકશે.

જો તમે નથી જાણતા તો અમે તમને જણાવી દઈએ કે વોટ્સએપ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ત્રણેય કંપનીઓ મેટાની માલિકીની છે. મેટા ત્રણેય પ્લેટફોર્મને ઝડપથી અપગ્રેડ કરી રહ્યું છે જેથી કરોડો વપરાશકર્તાઓ સોશિયલ મીડિયામાં નવા અનુભવો મેળવતા રહે. આ આગામી ફીચરનો સ્ક્રીનશોટ પણ Wabeta દ્વારા શેર કરવામાં આવ્યો છે.

વોટ્સએપ તેના લાખો યુઝર્સની ગોપનીયતાનું પણ ખાસ ધ્યાન રાખે છે. હાલમાં જ કંપનીએ પોતાના યુઝર્સને સિક્રેટ કોડ ફીચર આપ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમની પર્સનલ ચેટ્સ અથવા સિક્રેટ ચેટ્સને ડબલ પ્રોટેક્શન આપી શકશે. આ ફીચર ફોનના લોક ફીચરથી અલગ હશે.