Site icon Revoi.in

પાણી પીતા જ ખુદ નષ્ટ થઈ જશે પ્લાસ્ટિકની બોટલો, બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકના ઉપયોગની તૈયારી

Social Share

પ્લાસ્ટિકની પાણીની બોટલ નજીકના ભવિષ્યમાં પર્યાવરણ માટે ખતરો રહેશે નહીં. કેન્દ્ર સરકાર બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહી છે. તેનાથી બનેલી પાણીની બોટલ નિર્ધારીત સમયમાં આપોઆપ નષ્ટ થઈ જશે.

આના ઉપયોગથી દેશમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર રોક લગાવી શકાશે. હાલ યુરોપ અને ઘણાં દેશ આવા પ્રકારની બાયોડિગ્રેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતીય માપદંડ બ્યૂરો – બીઆઈએસના એક અધિકારી પ્રમાણે, બોટલબંધ પાણી માટે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક ઉપયોગ કરવાને લઈને પ્રયોગ આખરી તબક્કામાં છે. આ પ્લાસ્ટિક 99 ટકા બાયોડિગ્રેબલ છે. તેમણે કહ્યુ છે કે સેન્ટ્રલ ઈન્સ્ટીડ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (સિપેટ) તેની તપાસ કરી રહ્યું છે કે આ કેટલા સમયમાં નષ્ટ થઈને માટીમાં મળી જાય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક મુક્તિ માટે ગાંધી જયંતી પર બે કિલોમીટરની દોડમાં ભાગ લેવાની હાકલ કરી છે. રવિવારે મન કી બાત કાર્યક્રમમાં તેમણે દેશવાસીઓને આના સંદર્ભે અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ 2022 સુધી દેશને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ઘણાં મંત્રાલયોએ બોટલબંધ પાણીના ઉપયોગ પર રોક લગાવી છે. કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને વિકલ્પ શોધવાની બેઠક પણ કરી હતી.