Site icon Revoi.in

અમરનાથ યાત્રા દરમિયાન સાંબામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું

Social Share

શ્રીનગર:અમરનાથ યાત્રાની તૈયારીઓ વચ્ચે જમ્મુ અને કાશ્મીરના સાંબા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પાસે એક ડ્રોન દેખાયું, જેના પછી સુરક્ષા દળોએ ઘેરાબંધી કરી અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કર્યું.અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી.

એક પોલીસ અધિકારીએ સાંબામાં પત્રકારોને જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે,ગઈકાલે રાત્રે સાંબાના સરહદી શહેર ચિલ્લિયારીમાં આકાશમાં એક ઉડતી વસ્તુ જોવા મળી હતી. તે સંભવતઃ એક ડ્રોન હતું જે સરહદ પારથી આવ્યું હતું.” જોકે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ)ના અધિકારીએ જણાવ્યું હતું કે,ડ્રોન જોવામાં આવ્યું હોવાના કોઈ અહેવાલ નથી.

અધિકારીઓએ જણાવ્યું કે,સુરક્ષા કર્મચારીઓને એકઠા કર્યા બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.ડ્રોને ભારતીય ક્ષેત્રની અંદર કોઈ વસ્તુ ફેંકી છે કે કેમ તે જાણવા માટે સોમવારે સવારે ચિલ્લિયારીથી માંગુચક સુધીના સમગ્ર સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.તેમણે કહ્યું કે,આ વિસ્તારને શોધવા માટે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો પરંતુ કંઈ મળ્યું નથી. તેમણે કહ્યું કે ડ્રોનના ખતરાને જોતા સુરક્ષાકર્મીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.