Site icon Revoi.in

દાયકા જૂની ફેશનનું પુનરાવર્તન , સ્ત્રીઓની પસંદ બન્યા આ જૂની પેટર્નના આભૂષણો

Social Share

 

આભૂષણો સ્ત્રીની સુંદરતામાં વઘારો કરે છે ખાસ કરીને હવે સ્ત્રીઓ પહેલાના સમયના આભૂષણોની ડિઝાઈન પસંદ કરતી થઈ છે જેમાં તેમનો લૂક ઝાઝરમાન લાગતો હોય છે,પહેલાના વખતના ઘરેણાઓ  ફરીથી ફેશનમાં આવતા ટ્રેન્ડિંગમાં જોવા મળી રહ્આ છએ લગ્ન પ્રસંગો કે પછી તહેવારોમાં જ્યારે સ્ત્રી પારંપારિક પોષાક પહેરે છે ત્યારે આ પ્રકારના ઘરેણા પહેરવાનું પસંદ કરે છે.


ચૂડા –સોનાની એક બંગડી અને ગોલ્ડ પ્લેટેડ બંગડીઓના એક જોડાની ફેશન સ્ટેટમેન્ટની જેમ જોવાય છે. આ મોટાભાગે ભારતીય અને ઈન્ડો વેસ્ટર્ન કપડા સાથે પહેરી શકાય છે. એક કન્ટેમ્પરેરી ડિઝાઈનની બંગડીઓ વેસ્ટર્ન કપડાં સાથે સુંદર લાગે છે.

સ્ટડ ઈયરરિંગ – નોકરી કરતી મહિલાઓ અને કોલેજીયન યુવતી તમામને આભુષણો પસંદ હોય છે. જે તેમની સંદરતામાં વધારો કરે છે. હીરા અને આર્ટીફિશિયલ હીરા જડીત બુટીની એક જોડ આપને હંમેશા એલિગેંટ લુક આપે છે. તેને કોઈ પણ પ્રકારના વસ્ત્રો સાથે ધારણ કરી શકાય છે. દરેક મહિલાની જ્વેલરી બોક્સમાં એક સ્પાર્કલિંગ સ્ટડ બુટીની જોડા અવશ્ય હોય છે. આને મહિલાઓ અને યુવતી દરરોજ પણ ધારણ કરી શકે છે.


એન્ટીક નેક્લેસ – લગ્ન પ્રસંગમાં મહિલાઓમાં ગળના સોનાનો હોર પ્રસિદ્ધ છે. તેની ડિઝાઈન પ્રકૃતિ દેવી-દેવતાઓથી પ્રેરિત હોય છે. ચમકદાર સાડીઓ સાથે આ હાર પહેલાથી શાનદાર લાગે છે. મોટાભાગની યુવાન મહિલાઓ ભારે હારની પસંદગી કરે છે. જ્યારે વૃદ્ધ મહિલાઓ હલકી જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે.

સ્ટેટમેંટ રિંગ – આપણા ત્યાં આંગળીમાં પહેરવાની વીંટીને પણ આભુષણ કહેવામાં આવે છે. સ્ટેક્ડ રિંગ હોય કે રત્નોથી મઢેલી અંગુઠી, જે પહેરવાથી આપને અન્ય કોઈ જ્વેલરી પહેરવાની જરૂર નહીં રહે. સ્ટેટમેંટ રિંગનું આકર્ષણ ક્યારે પણ ફિકુ પડતું નથી.