Site icon Revoi.in

સ્ત્રીઓની સુંદરતામાં વધારો કરે છે ફેશન સેન્સ, ઉનાળા માટે જોઈલો આ કેટલાક પ્રકારના ક્લોથવેર

Social Share

આજકાલ ફેશનની દુનિયામાં લોકો ફિલ્મી જગતની હસ્તીઓને ફોલો કરતા થયા છે, હિરોહીનથી લઈને ટેલિવૂડ એક્ટ્રેસની ફેશન આજકાલ ટ્રેન્ડ થતી જોવા મળે છે,જેમાં ઘરઘરમાં  અક્ષરાથી લોકપ્રયિ બનેલી હિના ખાનના ક્લોથવેર હંમેશા ચર્ચામાં રહે છે, તો આજે વાત કરીશું હીના ખાનના  5 એવા લૂકની કે જે તમને પણ આપશે શાનદાર અને આકર્ષક લૂક.

હિના ખાન ફેશન આઈકોન છે, તેણીએ તેની ફેશન સેન્સ અને સ્ટાઇલ સ્ટેટમેન્ટથી સાબિત કરી બતાવ્યું છે. વર્ષોથી ચાહકો હિના ખાનની સાડી, લહેંગા અને સૂટમાં ટીવી પર જોતા હતા. ચાહકોને ભારતીય કપડાંમાં હિનાનો દેખાવ ગમ્યો તે કરતાં વધુ લોકોએ તેની વાસ્તવિક જીવનની ફેશન શૈલીની પ્રશંસા કરી. હિના હંમેશા તેના બોલ્ડ, ક્લાસી અને કેઝ્યુઅલ લુકને કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે.

જો તમે બીચ હોલિડે માટે જઈ રહ્યા છો, પરંતુ બિકીની પહેરીને કમ્ફર્ટેબલ મહેસુસ નથી કરતા તો તેના ઓપ્શનમાં તમે તમે કફ્તાન પહેરી શકો છો જે તમને આરામ દાયક રહેશે

 

બ્લેક ટી-શર્ટ સાથે સ્કાય બ્લુ જીન્સ ખૂબ જ સ્ટાઇલિશ લાગે  છે. જો તમારી પાસે પણ આવી ટી-શર્ટ છે, તો તમે પણ હિના ખાનની જેમ તમે પણ તમારા કેઝ્યુઅલ લુકને સ્ટાઇલિશ બનાવી શકો છો. આ સાથે જ પગમાં સફેદ ચંપલ તેને વધુ આકર્ષક બનાવે છે. તમે વાળમાં વાળ હેર  બેન્ડ લગાવીને વધુ સ્ટાલીશ બની શકો છો. આ સિવાય બ્લેક ગોગલ્સ તમારા લૂકમાં ચાર ચાંદ લગાવે છે.

 

કેઝ્યુઅલ પોશાકમાં તમે ખૂબ જ આકર્શક દેખાઈ શકો છો, ગ્રે કલરના ક્રોપ ટોપ સાથે  મેચિંગ ટ્રેક પેન્ટ પહેરી શકો છે. જે આરામદાયક હોવા ઉપરાંત, દેખાવ પણ ગ્લેમરસ આપે છે. આ સાથે જ વધુ સ્ટાલીશ દેખાવા તમે સનગ્લાસ અને હેન્ડ બેગ્સ  કેરી કરી શકો છો જે તમારા લૂકને ,સંપૂર્ણ બનાવે છે

 

હિના ખાનના આઉટફિટ્સ કેઝ્યુઅલ અને ક્લાસી લુક માટે બેસ્ટ છે. હિનાએ  હાલમાં જ પિંક કલરનો પ્લાઝો પહેર્યો હતો. તેમનું મેચિંગ પિંક ક્રોપ ટોપ હિના પર સારું લાગી રહ્યું હતું આજ રીતે તમે પણ સેમ કલરનો પ્લાઝો સાથે સેમ કલર અને કાપડનું ક્રોપ ટોપ કેરી કરી શકો છો, જે તમને શાનદાર લૂક આપશે

કોટનની એમ્રોડરી વાળી વ્હાઈટ કુર્તી કે વનપીસ, જે તમને કેઝ્યૂલ લૂક આપે છે, આની સાથે તમે ઓરનામેન્ટ્સમાં ઓક્સોડાઈઝ કે સિવ્લરના ઘરેણા અપનાવી શકો છો જે તામાર લૂકને ક્લાસિક પણ બનાવે છે,.

(ફોટો-પ્રતિકાત્મક)

 

Exit mobile version