Site icon Revoi.in

સુપરહિટ ફિલ્મ ‘યે જવાની હૈ દીવાની’ની સિક્વલ હાલના સમયમાં બનવી અશક્યઃ કલ્કી કોચલીન

Social Share

રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, કલ્કી કોચલીન અને આદિત્ય રોય કપૂરની ફિલ્મ યે જવાની હૈ દીવાની સુપરહિટ રહી હતી. ફિલ્મની વાર્તા ચાર મિત્રોની છે. આ ફિલ્મ વર્ષ 2013માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આજે પણ દર્શકોના દિલમાં છે. હાલમાં જ ફિલ્મમાં ‘અદિતિ’નું પાત્ર ભજવનાર કલ્કીએ જણાવ્યું હતું કે યે જવાની હૈ દીવાનીની સિક્વલ બનાવવાની કોઈ તક છે કે નહીં.

એક ઈન્ટરવ્યુ દરમિયાન, કલ્કિ કોચલિને યે જવાની હૈ દીવાનીની સિક્વલ પર કહ્યું કે આવી કોઈ યોજના નથી. અભિનેત્રીએ કહ્યું, તે જાદુને પાછો લાવવો ખૂબ મુશ્કેલ છે. સારી સિક્વલ બનાવવી ખૂબ જ દુર્લભ છે. તેમજ મેં સિક્વલની કોઈ અફવા સાંભળી નથી.

અયાન મુખર્જીએ યે જવાની હૈ દીવાનીનું નિર્દેશન કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂરે ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા વિના જ ફિલ્મ સાઈન કરી હતી. બીજી તરફ, ફિલ્મમાં નૈનાના રોલ માટે દીપિકા પાદુકોણ પહેલી પસંદ નહોતી. આ રોલ માટે પહેલી પસંદ કેટરિના કૈફ હતી. તે સમયે કેટે આ ફિલ્મને બદલે ધૂમ 3 સાઈન કરી અને પછી દીપિકાને આ રોલ મળ્યો. જ્યારે અદિતિના મંગેતર તરણ ખન્નાના રોલ માટે બોબી દેઓલ પહેલી પસંદ હતા. જો કે, તે સમયે અભિનેતા યમલા પાગલા દિવાના 2 માટે શૂટિંગ કરી રહ્યો હતો અને તે પછી તે કુણાલ રોય કપૂર પાસે ગયો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.

Exit mobile version