Site icon Revoi.in

આજે બપોર સુધીમાં ‘તેજ’ ચક્રવાત ગંભીર તોફાનમાં બદલાશે, ભારતીય હવામાન વિભાગે આપી આ માહિતી

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસથી જ દેશના ઘણા રાજ્યોમાં વાદળ છઆયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે બપોર સુઘીમાં તેજ ચક્રવાત ગંભીર સ્વરુપમાં બદલાશે તેવી ચેતવણી આપી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય હવામાન વિભાગ અનુસાર, અરબી સમુદ્ર પર બનેલું ચક્રવાત ‘તેજ’ રવિવાર બપોર પહેલા ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન માં ફેરવાઈ શકે છે. હવામાન વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “VSCS એટલે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન 21 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર રાત્રે 11:30 વાગ્યે દક્ષિણપશ્ચિમ અરબી સમુદ્ર પર, સોકોત્રાથી લગભગ 330 કિમી પૂર્વમાં, સલાલાહ થી 690 કિમી પૂર્વમાં તીવ્ર બન્યું હતું. 

આ સહીત દક્ષિણપૂર્વ અને અલ ઘૈદાના 720 કિલોમીટર દક્ષિણપૂર્વમાં કેન્દ્રિત હતું. IMD એ ટ્વિટર પર તેના હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું કે, “22 ઓક્ટોબરની બપોરે આ વાવાઝોડું અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે.”

અરબી સમુદ્ર પર સર્જાયેલું વાવાઝોડું 25 ઓક્ટોબરની વહેલી સવારે અલ ગૈદાહ (યમન) અને સલાલાહ (ઓમાન) વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. IMDએ વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે.

આ સાથે જ “બંગાળની ખાડી પરનું ડબલ્યુએમએલ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને 21 ઓક્ટોબરે રાત્રે 10:30 વાગ્યે, પારાદીપ (ઓડિશા) થી લગભગ 620 કિમી દૂર, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી પર કેન્દ્રિત છે,”

અગાઉ, હવામાન એજન્સીએ કહ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને અડીને આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર દબાણ ક્ષેત્ર બની ગયું છે અને તે રવિવાર સુધીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.

Exit mobile version