Site icon Revoi.in

બિગબોસ વિનર સિધ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન

Social Share

નાની ઉંમરમાં ઉંચા સફળતા શિખરે પહોંચી ગયેલા સિધ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેઓએ બિગબોસ સિઝન-13નું ટાઈટલ પણ જીત્યું હતુ.  હાલમાં સિધ્ધાર્થ શુક્લાનો મૃતદેહ મુંબઈની કૂપર હોસ્પિટલમાં છે અને ત્યાં કદાચ પોસ્ટમોર્ટમ થઈ શકે છે.

જાણકારી અનુસાર સિધ્ધાર્થને હાર્ટ એટેક આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિધ્ધાર્થ શુક્લા રાત્રે દવાઓ લઈને સુતો હતો. પરંતુ કઈ દવા લેવામાં આવી તે અંગે કોઈ માહિતી મળી નથી. સિધ્ધાર્થ શુકલાની વય માત્ર 40 વર્ષની હતી. સિધ્ધાર્થ શુકલાએ બિગ બોસમાં વિજેતા બનવા ઉપરાંત ઘણી ટીવી સીરિયલોમાં પણ કામ કર્યું હતું.

બ્રોકન બટ બ્યુટીફઉલ થ્રી, બાલિકા વધૂ અને દિલ સે દિલ તક જેવી સીરિયલોમાં કામ કરનારા સિધ્ધાર્થ શુકલાએ સાવધાન ઈન્ડિયા અને ઈન્ડિયા હેઝ ગોટ ટેલેન્ટ જેવા શોના હોસ્ટ તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે ફીયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડીની સાતમી સીઝનમાં પણ ભાગ લીધો હતો.

સિધ્ધાર્થ શુકલાની સફળતાની વાત કરીએ તો તેણે 2005માં વિશ્વનના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના 40 કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની વય એ વખતે માત્ર 25 વર્ષ જ હતી. સિધ્ધાર્થ શુકલાએ 2014માં હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મ દ્વારા ફિલ્મોમાં અભિનયની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે વરૂણ ધવન હતોને હીરોઈન આલિયા ભટ્ટ હતી.