Site icon Revoi.in

મુંબઈના બોરીવલી વિસ્તારની એક સોસાયટીએ ‘નો કિસિંગ ઝોન’ રોડ ઉપર લખ્યું, કેમ લખવુ પડ્યું જાણો

Social Share

મુંબઈઃ દેશના વિવિધ શહેરોમાં સામાન્ય રીતે જાહેરમાં કચરો ના નાખવો, ધ્રુમપાન ન કરવું, ઝડપથી વાહન ના હંકારવુ સહિતના લોકજાગૃતિના સાઈન બોર્ડ જોવા મળે છે. જો કે, મુંબઈના બોરીવલી વિસ્તારમાં એક સોસાયટીએ મુકેલુ સાઈન બોર્ડ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સોસાયટી પાસે યુગલો જાહેરમાં બિભત્સ વર્તન કરતા હોવાથી કંટાળેલા સોસાયટીના રહીશોએ નો કિસિંગનું સાઈન બોર્ડ મુક્યું હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર સોસાયટીના રહીશોએ કહ્યું હતું કે, યુગલોની વિરોધમાં નથી પરંતુ ઘરની પાસે કેટલાક યુગલો બિભત્સ વર્તન કરતા હોવાથી સમાજ ઉપર ખરાબ અસર પડે છે. અનેકવાર સોસાયટી પાસે બિભત્સ વર્તન કરતા યુગલોને ટોકવા છતા તેઓ આવુ વર્તન કરે છે. જેથી સાઈન બોર્ડ મુકવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ એક ચુકાદામાં ટાંક્યું હતું કે, જાહેરમાં પ્રેમનું પ્રદર્શન કરવું ગેરકાયદે છે. જોકે ઈન્ડિયન પીનલ કોડની કલમ હેઠળ તેને ત્યારે જ ગુનો માને છે જ્યારે એ વર્તન બીભત્સ હોય અથવા અન્યોને અણગમો કરનારું હોય.

સોસાયટીના એક રહીશે અગાઉ ઘર પાસે બિભત્સ વર્તન કરતા વીડિયો બનાવીને કોર્પોરેટરને મોકલી આપ્યો હતો. જેથી તેમણે પોલીસને મોકલી આપ્યો હતો. પરંતુ પોલીસ દ્વારા આ અંગે યોગ્ય પગલા લેવામાં આવ્યાં ન હતા. જેથી સોસાયટીના તમામ સભ્યોની મીટીંગ મળી હતી. જેમાં નો કિંસિગનું સાઈન બોર્ડ મુકવાનો નિર્ણય લેવાયો હતો. આ સાઈન બોર્ડ મુકાયા પછી અહીં આવનારા યુગલોની સંખ્યા ઘટી ગઈ છે. સોસાયટીના ચેરમેન એડવોકેટ વિનય અસુરકરના જણાવ્યા પ્રમાણે સોસાયટીમાં બાળકો અને વડીલો વસે છે. તેમની સામે આવાં દૃશ્યો ભજવાતાં જોવા માગતા નથી.

(Photo-Social Media)
Exit mobile version