Site icon Revoi.in

દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમમાં નવા પાણીની સતત આવક, જળસપાટીમાં નોંધપાત્ર વધારો

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને પગલે ડેમમાં નવા પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ઉકાઇ ડેમની જળ સપાટી 345 ફૂટ પર પહોંચી ગઇ છે. ઉપરવાસમાંથી 5927 ક્યુસેક પાણીની આવક થઇ છે. તો, રૂલ લેવલ જાળવવા ડેમમાં પાણીની જેટલી આવક થઇ છે, તેટલી જાવક કરવામાં આવી છે. તેમજ કેનાલ અને હાઇડ્રો પાવર સ્ટેશનમાંથી પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.

ગત વર્ષની જેમ આ વખતે પણ પાણીની કોઈ સમસ્યા ઊભી થાય તેવી સ્થિતિ સર્જાશે નહિ. જોકે પાણીનું સ્તર વધવાથી વહીવટી તંત્રમાં ચિંતાજનક સ્થિતિ છે. ડેમમાં પાણીનો સ્તર તેની મહત્તમ સપાટી 345 ફૂટ પર પહોંચી ગયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને લઈને પાણી છોડવામાં આવતા કોઝવેની સપાટી 6 મીટરને પાર થતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે કોઝવેની સપાટી પણ ઘટી છે. આજે સવારે 10 વાગ્યે કોઝવેની સપાટી 5.95 મીટર નોંધાઈ છે. જેના પગલે કોઝવે વાહન વ્યવહાર માટે બંધ છે.

રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાથી જળાશયોમાં નવા પાણીની આવક થઈ છે. 60થી વધારે ડેમ છલકાયાં હતા. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં જંગી પાણીની આવક થઈ છે. જેથી ચાલુ વર્ષે ઉનાળામાં રાજ્યમાં પાણીની સમસ્યાથી પ્રજાને રાહત મળશે, એટલું જ નહીં ખેડૂતોને ઉનાળામાં સિંચાઈ માટે પાણી મળવાની આશા છે.