Site icon Revoi.in

અમદાવાદ-બ્રાન્દ્રા ટર્મિનસ વચ્ચે કાલે ગુરૂવારથી સુપરફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન દોડાવાશે

Social Share

અમદાવાદ:  રેલવે પ્રવાસીઓમાં વધારો થઈ રહ્યો છે. જેમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડતી ટ્રેનોમાં સારોએવો ટ્રાફિક મળી રહ્યો છે. ટ્રાફિકના ઘસારાને પહોંચી વળવા માટે સમયાંતરે જે તે ટ્રેનોમાં વધારાના કોચ પણ જોડવામાં આવતા હોય છે. હવે અમદાવાદ-બ્રાન્દ્રા ટર્મિનસ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન આવતી કાલે તા.12મી જાન્યુઆરીને ગરૂવારથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુપર ફાસ્ટ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને 03.15 કલાકે બીજા દિવસે અમદાવાદ પહોંચશે. જ્યારે બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર, 13મી જાન્યુઆરી, 2023ના રોજ 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા પશ્ચિમ રેલવેએ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી  સુમિત ઠાકુરએ જણાવ્યું હતું કે,  ટ્રેન નંબર 09139 બાંદ્રા ટર્મિનસ – અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 12 જાન્યુઆરી, 2023 ગુરુવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને 03.15 કલાકે બીજા દિવસે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09140 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ અમદાવાદથી શુક્રવાર, 13મી જાન્યુઆરી, 2023ના રોજ 16:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 00:30 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટીયર, એસી 3-ટીયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે. આમ બાંદ્રા ટર્મિનસ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડશે.