Site icon Revoi.in

દેશભરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો – છેલ્લા 24 કલાકમાં 12 હજારથી વધુ કેસ નોંધાયા, 72 દર્દીઓના મોત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો છે ,છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસ 10 હજારની અંદર નોંધાઈ રહ્યા હતા ત્યારે હવે છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાના કેસોએ 12 હજારનો આકંડો પાર કર્યો છે.આ સાથે જ આવનારા તહેવારોને કારણે ચિંતા પણ વધી છે,કોરોનાને લઈને ફરી એક વાર એરલાયન્સમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે

જો દેશભરમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 12 હજાર 608 નવા કેસ નોંધાયા છે અને આ સમાન સમયગાળા દરમિયાન  72 લોકોના મોત થયા છે. આ સાથે જ સક્એરિ. કેસોની જો વાત કરીએ તો તે તેમની સંખ્યા લાખને પાર પહોંચી ચૂકી છે.

જો કે સારી વાત એ છે કે કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી છે  છેલ્લા 24 કલાકમાં 16 હજાર 251 લોકોએ કોરોનાને માત આપી છે અને  સાજા થયા છે. તે જ સમયે, અત્યાર સુધીમાં કુલ 43, 670, 315 લોકો કોરોનાથી સાજા થયા છે

Exit mobile version