Site icon Revoi.in

ફ્રાંસમાં નોંધાયો અનોખો કેસ – મંકિપોક્સ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા શ્વાન પણ સંક્રમિત, WHO એ આપી ચેતવણી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાના કેસો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મંકિપોક્સને લઈને પણ ચિંતા જોવા મળે છે ,વિશ્વના ઘણા દેશઓમાં મંકિપોક્સનો કહેર વર્તાઈ રહ્યો છે  WHO મુજબ, હવે 92 દેશોમાં મંકીપોક્સના 35,000 થી વધુ કેસ નોંધાયા છે. ત્યારે ફ્રાંસમાંથઈ એક અનોખો મંકિપોક્સનો કેસ નોંધાયો છે જે જાણીને સૌ કોઈ નવાઈ પામ્યા છે

પ્રાપ્ત વિગત પ્રમાણે  અહીં એક કૂતરાને માણસના સંપર્કમાં આવ્યા બાદ મંકીપોક્સનો ચેપ લાગ્યો હતો. આ વિશ્વનો પ્રથમ દુર્લભ કેસ છે.મેડિકલ જર્નલ ધ લેન્સેટે આ કેસ અંગે એક અહેવાલ પ્રકાશિત કર્યો છે.

જારી કરાયેલા આ રિપોર્ટ પ્રમાણે મંકીપોક્સથી સંક્રમિત થયા બાદ બે લોકોને તેમના ઘરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેણે કૂતરાને પણ પોતાની સાથે રૂમમાં રાખ્યો હતો. કૂતરો તેમની સાથે જ રહેતો અને  સૂતો તથા ખાતો પીતો હતો, થોડા દિવસો પછી, કૂતરાના શરીર પર પણ ઘા અને ખીલ દાણાઓ દેખાવા લાગ્યા હતા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તે મંકીપોક્સ હોવાની પુષ્ટિ થઈ હતી.

તપાસ કરતા નિષ્ણાંતોએ તર્ક કર્યું કે જે વાયરસ પુરુષો અને કૂતરા બંનેને ચેપ લગાડે છે તે મંકીપોક્સ છે. આ લક્ષણો 12 દિવસ પછી કૂતરામાં દેખાયા છે. માનવથી કૂતરા સુધી સંક્રમણનો મામલો સામે આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ એલર્ટ જાહેર કર્યું છે. WHOએ કહ્યું કે મંકીપોક્સથી સંક્રમિત લોકોએ પ્રાણીઓના સંપર્કમાં ન આવવું જોઈએ.