ઈમ્ફાલઃ- મણીપુરમાં થોડા દિવસ અગાઉ મહિલાને નિર્વસ્ત્ર કરીને સરઘસ કાઢવાની ઘટના બની હતી આ ઘટનાની સમદ્ર દેશમાં નિંદા પણ કરવામાં આવી હતી સંસંદમાં પણ મણીપુર મામલે હોબાળો મચ્યો છે ત્યારે હવે પીડિત મહિલાએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં બે મહિલાઓની નિર્વસ્ત્ર પરેડ કરવાની આ ઘટનાનો વીડિયો 19 જુલાઈના રોજ વાયરલ થયો હતો. આ ઘટનાની દેશભરમાં આકરી ટીકા થઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ પર આ મામલો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન ને સોંપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બંને મહિલા સુપ્રીમ કોર્ટ પણ પહોંચી છે. તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આ મામલે હસ્તક્ષેપની માંગ કરી છે. આ સાથે જ આજે સુઓમોટો કેસની સાથે આ કેસની પણ સુનાવણી થશે.
ઉલ્લેખનીય છે કે 4 મેના રોજ બનેલી યૌન ઉત્પીડનની ઘટના સંબંધિત એફઆઈઆર સંબંધિત અરજી દાખલ કરવામાં આવી છે. પીડિતોએ મણિપુર સરકાર અને કેન્દ્ર વિરુદ્ધ અરજી કરી છે.પીડિત મહિલાઓએ સુપ્રીમ કોર્ટ પાસે પોતાની ઓળખની સુરક્ષાની માંગ કરી છે.
જાણકારી પ્રમાણે CJIની આગેવાની હેઠળની બેંચ આજે આ અરજી પર સુનાવણી કરશે. CBIએ 4 મેના રોજ મણિપુરમાં ટોળા દ્વારા બે મહિલાઓની કથિત જાતીય સતામણીના કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે, જેનો વીડિયો આ મહિનાની શરૂઆતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી.

