Site icon Revoi.in

ઉકાઈ ડેમ છલકાવાની તૈયારીમાં, જળ સપાટી 331.49 ફૂટે પહોંચતા વોર્નિંગ લેવલ જાહેર કરાયું,

Social Share

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે ઉકાઈ ડેમ હવે છલોછલ ભરાવાની તૈયારીમાં છે. જીવાદોરી ઉકાઈ ડેમની સપાટી 331.49 ફૂટ પર પહોંચી છે. છેલ્લા 17 દિવસમાં ઉકાઈ ડેમની સપાટીમાં 22 ફૂટનો વધારો થયો છે. જ્યારે હાલ ઉકાઈ ડેમમાં 72 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી હવે માત્ર દોઢ ફૂટ દૂર છે.

સિંચાઈ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે છેલ્લા 17 દિવસમાં ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની સપાટીમાં 22 ફૂટનો વધારો થયો છે. જ્યારે પાણીનું સ્ટોરેજ 70 ટકાથી વધુ થતાં ફ્લડ સેલ દ્વારા વોર્નિંગ લેવલ જાહેર કરવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 331.49 ફૂટ છે, જે રૂલ લેવલ 333થી માત્ર દોઢ ફૂટ જ દૂર છે. નિચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજીબાજુ જેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ઉકાઈ ડેમમાં 72 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલથી હવે માત્ર દોઢ ફૂટ દૂર છે.

આ વર્ષે ઉકાઈ ડેમની સપાટી ગત વર્ષ કરતાં 10 ફૂટ જેટલી ઓછી હતી. ચોમાસાની શરૂઆત સાથે જ ઉકાઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ ગઈ હતી. જોકે છેલ્લા 17 દિવસમાં ઉકાઈ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મોટી માત્રામાં પાણીની આવક થઈ હતી. 2 લાખથી પણ વધુ પાણી ઉકાઈ ડેમમાં ઠલવાતું હતું, જેથી છેલ્લા 17 દિવસમાં ઉકાઈ ડેમની સપાટી 22 ફૂટના વધારા સાથે 331.49 ફૂટ પર પહોંચી ગઈ છે. ઉપરવાસના હથનુર ડેમમાંથી પણ પાણી છોડવાનું ઘટાડી દેવામાં આવ્યું છે, જેના પગલે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક ઘટી હતી. શનિવારે સવારથી ઉકાઈ ડેમમાં 72 હજાર કયૂસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. ઉકાઈ ડેમની સપાટી ગત 12 જુલાઈએ 309.07 ફૂટ હતી, જે શનિવારે વધીને 331.49 ફૂટ પર પહોંચી હતી. સપાટી રૂલ લેવલ 333 ફુટથી હવે દોઢ જ ફુટ દૂર છે જ્યારે પાણીનું સ્ટોરેજ 70 ટકાથી વધુ છે. હાલ ઉકાઈ ડેમની પ્રેઝન્ટ કેપેસિટી 5198.56 એમસીએમ છે, જે 70.12 ટકા છે, જેથી ફ્લડ સેલ સુરત ઇરિગેશન સર્કલ દ્વારા વોર્નિંગ લેવલ જાહેર કરવામાં આવ્યું છે. (file photo)