Site icon Revoi.in

આજે વાઘબારસ – જાણો આજના દિવસનું મહત્વ અને આજે શું કરવામાં આવે છે

Social Share

દિવાળીના પર્વ નો આરંભ થઈ ચૂક્યો છે આજે વાગ બરસનો પર્વ છે દિવાળીના આ પર્વમાં વાઘ બારસને ખાસ દિવાળી પ‌ર્વનો પહેલો દિવસ માનવામાં આવે છે. વાઘ બારસના દિવસને ગૌવત્સ દ્વાદશી અથવા વસુ બારસ પણ કહેવાય છે. આ દિવસે શ્રી કૃષ્ણની સાથે સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી વસુ એટલે ગાય માતાની પૂજાનું પણ મહત્વ રહેલું છે.

આજના દિવસે ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં. વાઘ બારસથી ઉંબરાના પૂજનની શરૂઆત થાય છે.

વાઘ બારસને વસુ બારસ, વાક બારસ, પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાક બારસના પર્વમાં સરસ્વતી માતાની આરાધના અને ગાયનું પૂજન કરવાનો મહિમા છે. એવી લોકવાયકા છે કે ગૌમાતા આસો વદ બારસના જ ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. એક માન્યતા એવી પણ છે કે કે  વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હોવાથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે.

વાઘબારસ એટલે વાઘ નહી પરંતુ વાક. વાકનું અપભ્રંશ કરીને લોકોએ વાઘ કરી નાખ્યુ અને વાઘના સંદર્ભમાં આખો તહેવાર વાઘ બારસ તરીકે ઓળખાવા લાગ્યો. વેદના કેટલાક ભાગને પણ વાક તરીકે ઓળખવામાં આવે છે. વાક એટલે વાયા કે ભાષાની દેવી છે સરસ્વતિ અને એટલે જ સરસ્વતિને વાગ્યેવી તરીકે પણ ઓળખવામાં આવે છે સરતદેવી ખાપણી વાયા. ભાષાને સારી રાખે અને બુધ્ધિ ભદ ન કરે આચાર વિચાર સારા રાખે તે માટે થઇને સરસ્વતિની પૂજા કરવી જોઇએ.
વાક એટલે વાણી. આખુ વર્ષ સત્ય, પ્રીય અને હિતકારી વાણી બોલવી. આપણા કારણે મોટા કે નાના, સ્વજનો, આપ્તજનો અને પરિવારજનોના મન દુભાય નહી તેનુ ધ્યાન રાખવુ. વાક એટલે વાચા અને સરસ્વતિને વાગદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.
જો ગુજરાતની વાત કરીએ ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂ કરે છે,દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલના પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે. તેમજ આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે.