સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સંશોધન અહેવાલમાં શેરી વિક્રેતાઓ માટેની સમાવિષ્ટ ઉદ્યોગસાહસિકતા સુનિશ્ચિત કરવા માટે સરકારની માઈક્રો-ક્રેડિટ પીએમ સ્વાનિધિ યોજના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવામાં આવી છે.
પીએમ સ્વનિધિ યોજનાથી અનેક લોકોને લાભ થયો છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા નાના અથવા મોટા ધંધાર્થીઓને રુપિયા ૫૦૦૦૦ ની લોન આપવામાં આવે છે. જેથી તેઓ આત્મનિર્ભર બને અને પોતાનો ધંધો શરૂ કરી શકે.આ યોજનાની શરુઆત ૧ જુન ૨૦૨૦ ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના નુ બીજું નામ પીએમ સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ તરીકે પણ ઓળખાય છે.
જારી કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 75 ટકા લાભાર્થીઓ અનામત વર્ગના છે, જેમાંથી 44 ટકા અન્ય પછાત વર્ગના છે. પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર-પીએમ સ્વાનિધિ યોજનાના કુલ હિસ્સામાંથી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના 22 ટકા લાભાર્થીઓને 43 ટકા મહિલા લાભાર્થીઓને આપવામાં આવ્યા છે.
આ સાથે જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અહેવાલમાં જણાવાયું છે કે શહેરી મહિલાઓની ઉદ્યોગસાહસિક ક્ષમતાને સશક્ત બનાવવા માટે સ્વ-ભંડોળ પૂરું પાડવું એ જાતીય સમાનતાનું સૂચક છે.
આ સહીત સોશિયલ મીડિયા પર અહેવાલ શેર કરતા, પીએમ મોદીએ જણાવ્યું હતું કે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા ગ્રુપના ચીફ ઈકોનોમિક એડવાઈઝર સોમ્યા કાંતિ ઘોષ દ્વારા સઘન સંશોધન પીએમ-સ્વાનિધિની પરિવર્તનકારી અસરની સ્પષ્ટ ઝલક આપે છે.
પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાનું સર્વસમાવેશક સ્વરૂપ તે નાણાકીય સશક્તિકરણમાં પરિણમ્યું છે. અત્યાર સુધીમાં ત્રણેય તબક્કામાં લગભગ 70 લાખ લોનનું વિતરણ કરવામાં આવ્યું છે, જેનાથી 53 લાખથી વધુ શેરી વિક્રેતાઓ ને ફાયદો થયો છે, જેની કુલ કિંમત 9,100 કરોડ રૂપિયાથી વધુ છે.