Site icon Revoi.in

રસીકરણમાં વેગ સાથે મોટી સફળતાઃ- દેશની 60 કરોડથી પણ વધુ વસ્તીને મળી ચૂક્યો વેક્સિનનો પહેલો ડોઝ

Social Share

દિલ્હીઃ- સમગ્ર વિશ્વભરમાં વિતેલા વર્ષ દરમિયાનથી જ કોરોના મહામારી વર્તાઈ રહી હતી ,ત્યાર બાદ કોરોનાને કાબૂમાં લાવવા વેક્સિન ઉપલબ્ધ કરવાઈ જે અંતર્ગત દેશમાં જાન્યુઆરીથી વેક્સિન આપવાનું કાર્ય શરુ કરવામાં આવ્યું દેશમાં કોરોના રસીકરણ શરૂ થયાને આઠ મહિના પૂરા થયા છે ત્યારે દેશને મોટી સફળતા મળી છે.

મળતી માહિતી પ્રમાણે સમગ્ર દેશભરમાં હવે માત્ર 34 કરોડ લોકો જ એવા રહ્યા છે કે જેને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાનું બાકી છે. દેશમાં 60 કરોડથી પણ વધુ પુખ્ત વસ્તીને પ્રથમ ડોઝ મળી ચૂક્યો છે, જ્યારે આ વસ્તીના એક ક્વાર્ટરએ બંને ડોઝ લઈને કોરોના રસીકરણ પૂર્ણ કર્યું છે. હવે આ 34 કરોડ લોકોને આગામી 30 થી 45 દિવસની વચ્ચે રસીનો પ્રથમ ડોઝ આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

દેશમાં 18 વર્ષ કે તેથી વધુની કુલ વસ્તી લગભગ 94 કરોડ જોવા મળે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, આ વર્ષના અંત સુધીમાં આ વસ્તીને કોરોના વેક્સિનનો એક ડોઝ આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. અને આપણે તેના ઘણા નજીક પહોંચી ગયા છે,જો રસીકરણ મામલે ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે તો ડિસેમ્બર મહિના પહેલા પણ આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે રસીનું બીજું કન્સાઇનમેન્ટ જારી કરવામાં આવ્યું છે. આવનારા બે દિવસમાં રાજ્યોને 1.60 કરોડથી વધુ રસીના ડોઝ મળવાના છે. હાલમાં, તેમના સંગ્રહમાં 5 કરોડથી વધુ ડોઝ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ રસીકરણમાં થવાનો છે.

કોરોનાની બીજી લહેરની પરાકાષ્ઠા પસાર થયાના ત્રણ મહિનાથી વધુ સમય પછી, સક્રિય દર્દીઓની સંખ્યા હવે એક ટકાથી ઓછી થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રમાણે કોરોનાના 30 હજાર 773 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે.

અત્યાર સુધી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ -19 વિરોધી રસીઓના 78.58 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે, 5.16 કરોડ રસી ડોઝ હજુ પણ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉપલબ્ધ છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદીના જન્મદિવસ પર અઢી કરોડથી વધુ લોકોને વેક્સિન આપીને એક નવો રેકોર્ડ બનાવાયો હતો.