Site icon Revoi.in

રસીકરણમાં વેગ – દેશમાં પાંચમી વખત એક જ દિવસમાં એક કરોડથી વધુ વેક્સિનના ડોઝ અપાયા

Social Share

દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારી સામે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ,જાન્યુઆરી મહિનાથી શરુ કરવામાં આવેલ રસીકરણની પ્રક્રિયા અત્યાર સુધી ખૂબજ તેજ બની ચૂકી છે કરોડો લોકોએ વેક્સિન લઈ લીધી છે ત્યારે દેશમાં સતત પાંચમી વખત એવું બન્યું છે કે જ્યારે માત્ર એક જ દિવસમાં વેક્સિનના ડોઝ 1 કરોડને પાર થયા હોય.

દેશમાં કોરોન રસીકરણની ગતિ દિવસે દિવસે વધી રહી છે.ત્યારે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાની વેક્સિનના એક કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. આ પાંચમી વખત છે જ્યારે એક દિવસમાં એક કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી છે.

આ સમગ્ર બાબતને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે કોરોના સામેની લડાઈમાં ભારત મજબૂત રીતે આગળ વધી રહ્યું છે. દેશમાં પાંચમી વખત એક દિવસમાં એક કરોડથી વધુ કોરોનાની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા.