Site icon Revoi.in

એક્ઝિટ પોલ અનુસાર ભાજપની ત્રણ રાજ્યમાં બહુમત સાથે સરકાર બને તેવી સંભાવના

Social Share

દિલ્હી: એક્ઝિટ પોલ પરથી એ સ્પષ્ટ નથી થઈ શકતું કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સરકાર બનાવી રહ્યો છે, પરંતુ અનુમાન ચોક્કસ લગાવી શકાય છે કે ક્યા રાજ્યમાં કયો પક્ષ સત્તામાં આવે તેવી શક્યતા છે. આ સાથે ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ કયા રાજ્યમાં સરકાર બનાવી શકે છે. પાંચેય રાજ્યો ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે યુપી, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સરકાર બનાવી હતી. તો બીજી તરફ પંજાબમાં કોંગ્રેસે સરકાર બનાવી હતી.

આ વખતે આંકડા કઈક અલગ બતાવી રહ્યા છે જેમાં જોવા મળે છે કે આ વખતે ઉત્તરપ્રદેશમાં ભાજપને 223-248 સીટો મળી શકે છે તો SP+ ના ખાતામાં 138-157 સીટો આવી શકે છે. આ ઉપરાંત BSP 5-11 સીટો જીતે તેવી આશા છે તો કોંગ્રેસને 4-9 સીટો પર સફળતા મળી શકે છે.જો ટકાવારી પ્રમાણે જોવા જઈએ તો BJP+ ને 39 ટકા વોટ મળી શકે છે, SP+ના ખાતામાં 34 ટકા વોટ મળી શકે છે, બસપાને 13 ટકા વોટ મળવાની આશા છે, કોંગ્રેસને 6 ટકા મત મળવાનું અનુમાન છે અને અન્ય પક્ષો અને અપક્ષોના ખાતામાં 8 ટકા મતોનું અનુમાન છે.