1. Home
  2. Tag "up"

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસના મુખ્યમંત્રી ચહેરાને લઈને આપેલા નિવેદન પર પ્રિયંકા ગાંધીએ મારી પલ્ટી

કાનપૂર: ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે, તમામ રાજકીય પાર્ટી મેદાનમાં ઉતરી ગઈ છે અને ચૂંટણી જીતીને સત્તામાં આવે તે માટે પ્રયાસો કરી રહી છે. આવામાં લોકો રાહ જોઈ રહ્યા છે કે કોંગ્રેસનો મુખ્યમંત્રી ચહેરો કોણ હશે. આ બાબતે થોડા સમય પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના કહેવા પ્રમાણે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી […]

ઉત્તરપ્રદેશઃ અમેરિકામાં બેઠા-બેઠા પરિવારે આધુનિક ટેકનોલોજીથી કાનપુરમાં લૂંટની ઘટના અટકાવી

લખનૌઃ આજના સમયમાં ટેક્નોલોજીનો કેટલો વિકાસ થયો છે, તે કાનપુરની એક ઘટનાથી સ્પષ્ટ થાય છે, જ્યાં અમેરિકામાં બેઠેલા બે ભાઈઓએ તેમના કાનપુરના ઘરમાં લૂંટની ઘટનાને અટકાવી હતી. કાનપુરના શ્યામનગરમાં મોડી રાત્રે એક બંધ મકાનમાં ચોરીના ઈરાદે ઘૂસેલા અજાણ્યા શખ્સોને સીસીટીવી કેમેરા દ્વારા જોઈને યુએસમાં બેઠેલા મકાન માલિકે પડોશીઓને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા […]

ઉત્તરપ્રદેશઃ પ્રથમ બે તબક્કાની ચૂંટણી માટે ભાજપાએ 94 ઉમેદવારોના નામ નક્કી કરાયાં

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી મુદ્દે રાજકીય પક્ષોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. દરમિયાન BJP સેન્ટ્રલ ઇલેક્શન કમિટી (CEC)ની બેઠકમાં શરૂઆતના ત્રણ તબક્કાની 172 સીટો પર સાડા ત્રણ કલાકની મેરેથોન ચર્ચા થઈ હતી. બેઠકમાં પ્રથમ બે તબક્કામાં 113 બેઠકોમાંથી 94 બેઠકો પર ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. એક ડઝન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી […]

UP: ઉમેદવારોની પસંદગીને લઈને BJPમાં બેઠકોનો દોર, 60 MLAને પડતા મુકાય તેવી શકયતા

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે કેન્દ્રીય નેતૃત્વ સાથે રાજ્યના કોર જૂથ નેતાઓની મહત્વપૂર્ણ બેઠકમાં પ્રથમ ત્રણ તબક્કામાં 182 બેઠકો માટેના નામો પર ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ મકરસંક્રાંતિ પછી ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શકયતા છે. આ […]

UP વિધાનસભા ચૂંટણીઃ યોગી સરકારને મોટો ઝટકો, કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ આપ્યું રાજીનામું

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાત થયા બાદ ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ પ્રચારની શરૂઆત કરી છે. દરમિયાન ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. યોગી સરકારના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપ્યું હતું. તેમજ પછાત, દલિત અને ખેડૂતોની ઉપેક્ષા થતી હોવાનો સરકાર સામે આક્ષેપ કર્યો હતો. મૌર્ય સમાજવાદી પાર્ટીમાં જોડાય તેવી શકયતા વ્યક્ત થઈ રહી છે. […]

ઉત્તરપ્રદેશમાં BJPએ ડોર ડુ ડોર પ્રચારનો કર્યો પ્રારંભ, કાર્યકરો 1.74 લાખ બુથના તમામ ઘરે જશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેર બાદ ભાજપ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. કોરોનાને પગલે રેલિઓ અનેસભાઓ ઉપર પ્રતિબંધ છે. જો કે, ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મતદારોના ઘરે-ઘરે પહોંચવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. ઘર-ઘર દસ્તક જનસંપર્ક અભિયાન હેઠળ ભાજપ તમામ 403 વિધાનસભા બેઠકો ઉપર ઘરે-ઘરે જઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને […]

યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી થશે,10 માર્ચના થશે પરિણામ જાહેર

યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી થશે 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી મતદાન થશે 10 માર્ચના થશે પરિણામ જાહેર લખનઉ:આ વર્ષે પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આજે એટલે કે શનિવારે ચૂંટણી પંચે આ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે,સાત […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 14.66 લાખ મતદારો પ્રથમવાર મતાધિકારનો કરશે ઉપયોગ

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના 18 થી 19 વર્ષની વય જૂથના 14.66 લાખ નવા મતદારો પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે આ માહિતી આપી હતી. રાજ્યની 403 વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા પછી પ્રકાશિત કરવામાં આવી હતી. યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય શુક્લાએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં 1,74,351 […]

ઉત્તરપ્રદેશઃ- 14 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ,રાત્રી કર્ફ્યૂનો ટાઈમ વધારાયો, લગ્નમાં મર્યાદીત સંખ્યાને મંજૂરી

યુપીમાં પણ 14 જાન્યુઆરી સુધી શાળાઓ બંધ નાઈટ કર્ફ્યૂનો ટાઈમ પણ વધારાયો લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે.જેને લઈને અનેક રાજ્યો સતર્ક બન્યા છે ,નાઈટ કર્ફ્યૂ  તેમજ કેટલાક પ્રતિબંધો પણ લાગૂ કર્યા છે ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે પણ શાળાઓમાં 14 જાન્યુઆરી સુધી રજાઓ જાહેર કરી દીધી છે આ સાથે જ લગ્ન […]

ઉત્તરપ્રદેશ ચૂંટણીઃ CM યોગી બાદ હવે અખિલેશ યાદવે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી

લખનૌઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિધાનસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા બાદ સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે પણ પોતાનો વિચાર બદલી નાખ્યો છે. અખિલેશ યાદવે કહ્યું છે કે જો પાર્ટી ઈચ્છે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે યોગીની જાહેરાતના કારણે અખિલેશ યાદવ પણ લડશે. આઝમગઢના લોકસભા સાંસદ અખિલેશ યાદવે […]