Site icon Revoi.in

દેશના વૈજ્ઞાનિકોની સિદ્ધી – વિસ્ફોટકોની  શોધ માટે  સસ્તી પૉલીમર સેંસર  ટેકનોલોજી વિકસાવી 

Social Share

 

દિલ્હીઃ- દેશના વૈજ્ઞાનિકો અનેક સંશોધન કરીને વિવિધ પ્રકારની શોધમાં સફળતા મેલલામાં મોખરે જોવા મળે છે, કોરોનાકાળમાં કોરોનાની રસી પરનું સંશોધન હોય કે પછી દેશની રક્ષા માટે વપરાતા સાધનોની શોધ હોય ત્યારે ફરી એક વખત ભારતીય વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે.

આજ દિશામાં હવે ભારતીય વૈજ્ઞાનિકોએ વિસ્ફોટકોની ઝડપી તપાસ માટે પોલિમર આધારિત સસ્તી સેન્સર ટેકનોલોજી વિકસાવી છે. તેની મદદથી, નાઈટ્રો-સુગંધિત રસાયણો ધરાવતા ઉચ્ચ ક્ષમતાના વિસ્ફોટકો શોધવાનું હવે સરળ બનશે.

ઉલ્લેખનીય છે કે અપરાધી તપાસ, લેન્ડમાઇન વિસ્તારો, લશ્કરી ઉપયોગ, દારૂગોળો, સુરક્ષા કાર્યક્રમો માટે આ ટેકનોલોજી મહત્વની છે. આ પોલિમર ડિટેક્ટરને વિકસાવવા માટે વૈજ્ઞાનિકોના સમૂહ સાથે મળીને ઇન્સ્ટીટ્યુટ ઓફ એડવાન્સ, સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુહાવટીના ડો.નિલોત્પલ શેન શર્માના નેતૃત્વ હેઠળ આ વૈજ્ઞાનિકોના સમૂહએ ટેકનોલોજી વિકસાવવાની દિશામાં મહત્વનું કાર્ય કર્યું છે.

આ ટેકનોલોજીમાં બે કોર્બોનિક પોલિમરનો સમાવેશ થાય છે, પ્રથમ પોલી -2 વિનાઇલ પિરીડીન જેમાં એક્રેલોનાઈટ્રાઈલ-પી 2 વીપી-સી-ઓ એએન હોય છે, જ્યારે  બીજું હેક્સેન-પીસીએચએમએએસએચ સાથે કોલેસ્ટ્રાલ મેથાક્રાઇલેટનું કો-પોલિસલ્ફોન હોય છે, જે થોડીક સેકંડમાં એનએસી વરાળ ઓછી સાંદ્રતાની હાજરીમાં વિક્ષેપ પર ભારે ફેરફારોમાંથી પસાર થાય છે.

ઉલ્લેખથનીય છે કે ઐ વૈજ્ઞાનિકોની ટ ટીમે ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી- DEITY, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડતી નવી ટેકનોલોજીની પેટન્ટિંગ માટે પણ અરજી કરી છે.

 

Exit mobile version