Site icon Revoi.in

અભિનેતા અક્ષય કુમારની મોસ્ટ એવોઈટેડ ફિલ્મ ‘OMG 2’ નું નવું સોંગ ‘હર હર મહાદેવ’ રિલીઝ

Social Share

મુંબઈઃ- બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમારની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ઓએમજી 2 ખૂબ જ ચર્ચામાં છે, બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘ઓહ માય ગોડ-2’ માટે સતત ચર્ચામાં છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મના નિર્માતાઓએ થોડા દિવસો પહેલા ફિલ્મનું ટીઝર અને પહેલું ગીત રિલીઝ કર્યું હતું, જેને જોયા બાદ ચાહકો ‘OMG 2’ને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મના નિર્માતાઓએ સાવન મહિનામાં શિવના મહિમાને દર્શાવતું બીજું ગીત ‘હર હર મહાદેવ’ રિલીઝ કર્યું છે.

ફિલ્મ અભિનેતા અક્ષય કુમારની આવનારી ફિલ્મ ઓએમજી 2 નું ટીઝર જ્યારથી રિલીઝ થયું  ત્યારથી ચારે તરફ તેની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિએટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરેશ રાવલની જગ્યાએ પંકજ ત્રિપાઠી જોવા મળશે.

જોકે, ટીઝરમાં લોકોએ પરેશ રાવલને ઘણા મિસ કર્યા હતા. જોકે, આ ફિલ્મ ન કરવા પાછળ પરેશ રાવલે પોતે એક ઇન્ટરવ્યૂમાં કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ ફિલ્મની સ્ટોરી મને પસંદ ન આવી. તેમ જ આ રોલથી મને સંતોષ નહતો. એટલે જ મેં આ ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી.

 આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય પંકજ ત્રિપાઠી, યામી ગૌતમ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં યામી વકીલની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અમિત રાયે કર્યું છે. તેની ફિલ્મ વર્ષ 2012માં આવેલી ઓહ માય ગોડની સિક્વલ છે.

જો આ સોંગ વિશે વાત કરીએ તો અક્ષય હાથમાં ડમરુ સાથે શિવની જેમ ભસ્મ લગાવીને તાંડવ કરતો જોવા મળે છે. તેનો આ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે. 26 જુલાઈના રોજ ‘ઓહ માય ગોડ-2’ના બીજા ગીતનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ સાથે જ માહિતી આપવામાં આવી હતી કે ફિલ્મનું ગીત 27મીએ રિલીઝ થશે.

અક્ષયની આ ફિલ્મ તેના વિવાદોને કારણે પણ ચર્ચામાં છે. લોકોએ ફિલ્મના કેટલાક દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો હતો, ત્યારબાદ સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટીએ પણ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો હતો અને તેને 20 કટ આપવાનું સૂચન કર્યું હતું. આ સાથે ફિલ્મને ‘A’ એટલે કે એડલ્ટ સર્ટિફિકેટ આપવાની વાત પણ સામે આવી છે. જો કે, CBFCનું સૂચન ‘A’ પ્રમાણપત્ર ફિલ્મના નિર્માતાઓને સ્વીકાર્ય નથી.