Site icon Revoi.in

એક્ટર અરશદ વારસી પર SEBI એ લગાવ્યો 1 વર્ષનો પ્રતિબંધ -Youtube પર રોકાણકારોને ગેરમાર્ગ દોરવાનો અભિનેતા પર આરોપ

Social Share

દિલ્હીઃ- બોલિવૂડ અભિનેતા અરશદ વારસી વિવાદમાં આવ્યા છે તેમના પર રોકાણકારો ને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેને લઈને SEBI એ તેમના પર 1 વર્ષનો પ્રતિબંધ મૂકી દીધો છે.એટલે કે યુટ્યુબ પર શેર માર્કેટ અને શેરો સંબંધિત ‘જ્ઞાન’ પીરસતા લોકોએ હવે સચેત રહેવાની જરુર છે.

કારણ કે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ ગુરુવારે અભિનેતા અરશદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટી અને સાધના બ્રોડકાસ્ટના પ્રમોટર્સ સહિત 31 કંપનીઓને સિક્યોરિટી માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. રેગ્યુલેટરે આ પગલું યુટ્યુબ ચેનલ પર રોકાણકારોને કંપનીના શેર ખરીદવાનું સૂચન કરતા ભ્રામક વીડિયો પોસ્ટ કરવાના મામલે ઉઠાવ્યું છે.

સેબીએ જણાવ્યું હતું કે આ કેસમાં અરશદ વારસીએ રૂ. 29.43 લાખનો નફો કર્યો હતો, જ્યારે તેમની પત્નીએ રૂ. 37.56 લાખનો નફો કર્યો હતો. સેબીને એવી ફરિયાદો મળી હતી કે ટીવી ચેનલ સાધના બ્રોડકાસ્ટના શેરના ભાવમાં કેટલીક સંસ્થાઓ દ્વારા ગોટાળા કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે સેબી ઘણા સમયથી યુટ્યુબ પ્રભાવકો પર કાબૂ મેળવવાની તૈયારી કરી રહી હતી. આ કિસ્સામાં, નિયમો બનાવવાની કવાયત બે વર્ષ પહેલા શરૂ થઈ હતી. સેબીએ કહ્યું છે કે આ કેસમાં દોષિત અરશદ વારસી સહિત ઘણા યુટ્યુબર્સ રોકાણકારોને ગેરમાર્ગે દોરીને તેમનું વોલ્યુમ વધારી રહ્યા હતા અને મહિને 75 લાખ રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા હતા. તમામ ગુનેગારો સામે પગલાં લેતા તરત જ બજારમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.