Site icon Revoi.in

એક્ટર બોબી દેઓલ બન્યા ‘બોડી દેઓલ’ – પોતાની બોડીને લઈને ફરી સોશિયલ મીડિયામાં છવાયા

Social Share

મુંબઈ – બોબી દેઓલ આશ્રમ સિરીઝ બાદ લોકોના દિલમાં રાઝ કરતા એક્ટર બન્યા છે.આશ્રમ બાદ તેઓ પહેલાથી વધારે હેડલાઇન્સમાં જોવા મળે છે. ક્યારેક તેમના શાનદાર અભિનયને લઈને તો ક્યારેક તેમની જબરદસ્ત બોડીને લઈને તેઓ સોશિયલ મીડિયામાં છવાયેલા રહે છે.

એક્ટર બોબી દેઓલ તાજેતરમાં જ વેબ સિરીઝ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પણ મળ્યો હતો. વેબ સિરીઝ ‘આશ્રમ’માં બાબા નિરાલાની ભૂમિકા નિભાવવા બદલ તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. ત્યારે હવે ફરી એક વખત તેમનો બોબી દેઓલનો જીમનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે જીમમાં ખૂબ જ પરસેવો પાડતા જોવા મળી રહ્યા છે.

આ વાયરલ વીડિયોમાં બોબી દેઓલ તેના બોડી પર વર્કઆઉટ કરતા જોવા મળે છે, જોઈ શકાય છે કે તેઓ કેટલી મહેનત કરી રહ્યા છે.અભિનેતા સલમાન ખાન પણ તેના શરીરને જોઈને છે અને તેમને બોડી દેઓલ કહે છે. બોબી દેઓલના આ વીડિયો પર ચાહકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે,  બોબી બોલમાં બોબી દેઓલની બીજી ઇનિંગ્સ ખૂબ જ સફળ રહી છે. હવે તે પહેલા કરતા વધારે મહેનત કરતા જોવા મળે છે. તેણે પોતાની સફળતાને લઈને આ બાબતોનો ઘણી વખત ઉલ્લેખ કર્યો છે.

ફિલ્મ ‘રેસ 3’ દ્વારા બોબી દેઓલે સલમાન ખાન સાથે બીજી ઇનિંગ્સની શરૂઆત કરી હતી. આ પછી, તે સતત ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળ્યા છે. ફિલ્મ ‘રેસ 3’ માં બોબીએ પણ પહેલીવાર પોતાનો શર્ટ ઉતાર્યો હતો. તાજેતરમાં જ બોબી પહેલીવાર નેટફ્લિક્સ શ્રેણી ‘ક્લાસ 83 ‘ અને ‘આશ્રમ’માં જોવા મળ્યા હતા. આગામી દિવસોમાં અભિનેતા ‘લવ હોસ્ટેલ’ અને ‘એનિમલ’માં જોવા મળશે.

સાહિન-

Exit mobile version