Site icon Revoi.in

ફિલ્મ ‘જીસ દેશમેં ગંગા રહેતા હે’ માં ‘સન્નાટા’નો રોલ પ્લે કરનારા  એક્ટર કિશોર નંદલાસ્કરનું કોરોનાના કારણે નિધન

Social Share

મુંબઈ – મરાઠી અને હિન્દી ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા કિશોર નંદલાસ્કરનું  કોરોનાના કારણે નિધન છે. કિશોરને કોરોના સંક્રમણ થયો હોવાની જાણ થતા જ  થાણેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં મંગળવારે બપોરે 12.30 વાગ્યે  આસપાસ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

દિગ્દર્શક મહેશ માંજરેકરની ફિલ્મ ‘જીસ દેશ કી ગંગા રેહતા હે’માં સન્નાતાનો રોલ પ્લે કરીને દેશભરમાં લોકપ્રિય બન્યા હતા, અભિનેતા કિશોર નંદલાસ્કર છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત રહેતા હતા. તમામ તબીબી સારવાર ઉપરાંત તેના નજીકના સંબંધીઓએ પણ તેમની બાયપાસ સર્જરી વિશે માહિતી આપી હતી. કિશોર નંદલાસ્કરે તેમની કારકીર્દિમાં લગભગ 40 નાટકો, 30 ફિલ્મો અને 20 સિરિયલોમાં કામ કર્યું હતું.

કિશોર નંદલાસ્કર વિશે મુંબઈ  ફિલ્મ ઉદ્યોગમાં સૌથી વધુ પ્રખ્યાત વાત એ છે કે શરૂઆતના દિવસોમાં તે ઘરની નજીકમાં આવેલા મંદિરમાં સૂતા હતા તેમણે શરુાતમાં ખૂબ જ મુશ્કેલીઓ વેઠી હતી. પોતાના ઘરમાં મોટી સંખ્યામાં સભ્યો હોવાને કારણે તેઓ મંદિરના પરિસરમાં સુઈને આરામ કરતા હતા. જ્યારે કોઈએ આ વાત મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને કહી ત્યારે દેશમુખે તરત જ તેમના માટે ઘરની વ્યવસ્થા કરી આપી હતી, જ્યારે તેમને મંત્રીએ તેમના નવા ફ્લેટની ચાવી સોંપી હતી ત્યારે તે ભાવુક થઈને રડી પડ્યા હતા.

કિશોર નંદલાસ્કરના લોકપ્રિય નાટકોમાં ‘નાના કરતે પ્યાર’, ‘ કિત્થા માજી પુરી કરા’, ‘વાસૂચી સાસુ’ ‘ચલ આટપ લવકર’, ‘જેવી ફિલ્મોથી નામના મેળવીને કિશોરે મહેશ માંજરેકરની ફિલ્મ ‘વાસ્તવ’ સાથે હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. ‘જીસ દેશ મેં ગંગા રહેતા હે’, ‘તેરા મેરા સાથ હૈ’, ‘ખાકી’ ‘જાન જાયે પર વચન ન જાન’, ‘યે તેરા ઘર યે મેરા ઘર’, ‘હલચલ’, ‘સિંઘમ’ જેવી ફિલ્મોમાં કિશોરના પાત્રો લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.

સાહિન-