મુંબઈઃ- અભિનેતા રણદીપ હુડા પોતાના અભિનયને લઈને ખૂબ જાણીતા છે અપકમિંગ ફિલ્મ ‘સર્જેન્ટ’નું ઘમાકેદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું, રણદીપ હુડ્ડા દરેક પાત્રમાં પ્રાણ પૂરે છે, પરંતુ આ દિવસોમાં એક પાત્ર જેની ચર્ચા થઈ રહી છે તે છે વીર સાવરકરનું જે ઘણા સમયથી ચર્ચામાં રહેલી ફિલ્મ છે.
અભિનેતાએ આગામી ફિલ્મ ‘વીર સાવરકર’ માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે ઘણા કિલો વજન ઘટાડ્યું હતું, જેણે દરેકને દંગ કરી દીધા છે. જો કે, આજે રણદીપ ‘વીર સાવરકર’ માટે નહીં પરંતુ તેની બીજી ફિલ્મ ‘સર્જન્ટ’ને કારણે લાઈમલાઈટમાં છે. રણદીપ હુડાની આ સસ્પેન્સફુલ કોપ-ડ્રામા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં અભિનેતા મૃત્યુનું રહસ્ય ઉકેલતો જોવા મળે છે.