Site icon Revoi.in

અભિનેતા શાહીદ કપૂરની વેબ સિરીઝ ‘ફર્જી’નું મોશન  પોસ્ટર રિલીઝ – સાઉથના સ્ટાર્સ પણ જવા મળ્યા

Social Share

એમેઝોન પ્રાઇમ વીડિયોની આગામી વેબ સીરિઝ ‘ફર્જી’  હાલ ચર્ચામાં છે. આ પહેલા આ સિરીઝનો ફર્સ્ટ લૂક પણ જારી કરવામાં આવ્યો હતો જેમાં શાહિદ કપૂર અને વિજય સેતુપતિનું ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. 

ત્યારે હવે આ સીરિઝનું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે રાશિ ખન્ના અને કેકે મેનનનો ફર્સ્ટ લુક પણ સામે આવ્યો છે. જેમાં જેમાં બોલિવૂડ અને સાઉથના સ્ટાર્સ રસપ્રદ અંદાજમાં જોવા મળે છે.આ વેબ સિરીઝ રાજ અને ડીકે દ્વારા બનાવવામાં આવી છે.અગાઉ, આ જોડીએ ધ ફેમિલી મેન અને ધ ફેમિલી મેન 2 બનાવી હતી. ‘ફર્જી’ એક રોમાંચક ક્રાઈમ થ્રિલર સિરીઝ છે. તેમાં અમોલ પાલેકર, રેજીના કેસાન્ડ્રા અને ભુવન અરોરા પણ મુખ્ય ભૂમિકામાં  જોવા મળશે.

https://www.instagram.com/primevideoin/?utm_source=ig_embed&ig_rid=36cb6334-d97e-4857-994a-9e969811fb59

‘ફર્જી’નું મોશન પોસ્ટર પ્રાઇમ વીડિયોના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલ્સ દ્વારા શેર કરવામાં આવ્યું છે. જેમાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘અહીંથી અસલી અને નકલી વચ્ચેની રેખાઓ અસ્પષ્ટ થઈ રહી છે.’ મોશન પોસ્ટરમાં શાહિદ અને વિજય સેતુપતિ ઉપરાંત રાશિ ખન્ના અને કેકે મેનનનો લૂક પણ જબરદસ્ત લૂક ડજોવા મળ્યો છે. વેબ સિરીઝ 10 ફેબ્રુઆરીએ એમેઝોન પર રિલીઝ  થશે.