Site icon Revoi.in

નેશનલ ફિલ્મ પુરસ્કાર વિજેતા સુરેખા સીકરીનું 75 વર્ષની ઉંમરે અવસાન

Social Share

મુંબઈ: પ્રખ્યાત અને જાણીતી ટીવી સીરિયલ ‘બાલિકા વધૂ’ અને ફિલ્મ ‘બધાઇ હો’માં દાદીની ભૂમિકા નિભાવનાર એકટ્રેસ સુરેખા સીકરીનું 75 વર્ષની વયે અવસાન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને આજે સવારે તેમણએ અંતિમ શ્વાસ લીધા છે.

સુરેખા સીકરીનાં મેનેજરે જણાવ્યું કે, આજે સવારે બીજા બ્રેઇન સ્ટ્રોક બાદ તેઓ તેમનાં સ્વાસ્થ્યથી ઘણાં પરેશાન હતાં અને તેમને પહેલી વખત વર્ષ 2018માં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમને પેરાલિસિસનો અટેક આવ્યો હતો.

જો કે જાણકારી અનુસાર સુરેખા સીકરી સ્વસ્થ થયા બાદ વધુ કામ ન કરી શક્યાં હતા. ગત વર્ષે બીજી વખત તેમને સ્પેટમ્બર 2020માં બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જે બાદ તેમની તબિયત ઘણી બગડી હતી અને ઇલાજ માટે તેમણે આર્થિક મદદ પણ માંગી હતી.

Exit mobile version