- અભિનેત્રી અનુષ્કા શર્મા બની બ્રાન્ડ એમ્બેસેડર
- ઈન્ફેટરનેશનલ ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ સાથે કર્યો કરાર
મુંબઈઃ- બોલિવૂડ જગતની જાણીતી અભિનેત્રી અને મશહૂર ક્રિકેટર વિરાટ કોહલીની પત્ની એનુષ્કા શર્માએ એક ઈન્ટરનેશનલ ફેશન બ્રાન્ડ સાથે કરાર સહી કર્યા છે,એટલે કે અનુષ્કા શર્મા માઈકલ કોર્સ નામની ફેશનની બ્રાન્ડ એમ્બેસેડર બની છે.
જો અભિનેત્રીના કામની વાત કરીએ તો તે તેની અપકમિંગ ફિલ્મ ‘ચકડા એક્સપ્રેસ’ના શૂટિંગમાં વ્યસ્ત , ત્યારે 21 વર્ષની ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સે માટે તે હવે ભારતમાં નવી બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ખઅયાતિ પામી છે.
ઉલ્લેખનીય છે કે આ માઈકલ કોર્સ લાંબા સમયથી ભારતમાં પોતાની ઘડિયાળોને પ્રમોટ કરવા, પ્રસારિત કરવા માટે કોઈ જાણીતા વ્યક્તિત્વની શોધમાં હતી જ ત્યારે હવે તેણે પોતાની પસંદગી અભિનેત્રી અનુષ્કા શર્મા પર ઊતારી છે.
ફોસિલ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર જોહ્નસન વર્ગીસએ જણાવ્યું હતું કે, “અમે ભારતમાં માઈકલ કોર્સ ટાઈમપીસનો ચહેરો બનવા અનુષ્કા શર્મા સાથે ભાગીદારી કરીને આનંદિત છીએ. અનુષ્કા શર્માની કારકિર્દી શાનદાર રહી છે. સ્ક્રીન પરના તેમના અભિનય ઉપરાંત, તેમની પોતાની શૈલી પણ લોકપ્રિય વ્યક્તિની સ્વયંસ્ફુરિતતા અને લાવણ્યને પ્રતિબિંબિત કરે છે. તે પોતાની અંગત ઓળખ અને મૂલ્યોને આગળ વધારવામાં માને છે.
ત્યારે આ બાબતને લઈને અભિનેત્રી કહે છે કે આ બ્રાંડની ઘડિયાળોની અનન્ય ડિઝાઇન અને અનન્ય પ્રકૃતિની લાંબા સમયથી પ્રશંસક છું અને મને ખુશી છે કે હવે હું ભારતમાં તેમની બ્રાંન્ડ એમ્બેસેડર બની છું. મારા માટે, માઈકલ કોર્સ બ્રાંડ સિદ્ધાંતોનું પ્રતિબિંબ, જે લોકોની ચોક્કસ વ્યક્તિગત લાગણીઓને વ્યક્ત કરવા અને સતત પોતાની જાતને ફરીથી શોધવાની વિરાસત રહી છે તેની સાથે જોડાઈને હું સમ્માનિત મહેસુસ કરી રહી છું