Site icon Revoi.in

ટીવી પર ‘ગોપી બહુ’ તરીકે જાણીતી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યનો આજે જન્મદિવસ,જાણો તેના જન્મદિવસ પર તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો

Social Share

મુંબઈ:ટીવી પર ‘ગોપી બહુ’ તરીકે જાણીતી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યનો આજે જન્મદિવસ છે.તેણે સાથિયામાં જિયા માણેકનું સ્થાન લીધું હતું. ભોલી ભાલી બહુ ગોપી મોદીના રોલમાં દેવોલીનાને લોકોએ ઘણો પ્રેમ આપ્યો. ટીવી પર દેવોલિના ભટ્ટાચાર્યની છબી એક આજ્ઞાકારી પુત્રવધૂની છે, જ્યારે તે વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના ફોટા અને વીડિયો જોઈને ફેન્સ તેના દિવાના બની જાય છે.દેવોલીનાની ફેન ફોલોઈંગ ખૂબ જ જબરદસ્ત છે, તેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3 મિલિયન ફોલોઅર્સ છે.

દેવોલિના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે અને હેડલાઇન્સમાં રહે છે. આજે પણ લોકો તેની ફેમસ ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’ની રીલ બનાવે છે.આ સીરિયલના ડાયલોગનું મ્યુઝિકલ વર્ઝન ઘણું ફેમસ થયું હતું, જેના કારણે દેવોલીના પણ ઘણી ચર્ચામાં આવી હતી.દેવોલિના ભટ્ટાચાર્ય બંગાળી પરિવાર સાથે સંબંધ ધરાવે છે.જો કે તેણીનો જન્મ અને ઉછેર આસામ સ્થિત શિવસાગર નામના સ્થળે થયો હતો અને તે પોતે આસામની સંસ્કૃતિને અનુસરે છે.

જ્યારે દેવોલિના પોતાના અભિનયનું સપનું પૂરું કરવા મુંબઈ આવી ત્યારે તેણે ઘણો સંઘર્ષ કર્યો, તેણે ઘણા દિવસો સુધી મોટા પાવ ખાઈને દિવસો પસાર કર્યા.તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો.તેના પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું, તેની માતા સ્કિઝોફેનિયાનો શિકાર હતી.દેવોલિના 3 ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે. હવે તે અને તેનો આખો પરિવાર મુંબઈમાં રહે છે.

મુંબઈ આવતા પહેલા દેવોલીનાએ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાંથી ફેશન ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો જેથી તે મુંબઈમાં ટકી શકે. જ્યારે તેમનું સમગ્ર શિક્ષણ ગોધુલા બ્રાઉન મેમોરિયલ ઈંગ્લિશ હાઈસ્કૂલમાંથી પૂર્ણ થયું છે. તે માત્ર ફેશન ડિઝાઈનર જ નથી પરંતુ જ્વેલરી ડિઝાઈનર પણ છે. દેવોલિના એક મહાન ભરતનાટ્યમ ડાન્સર પણ છે, પરંતુ આ વાત બહુ ઓછા લોકો જાણે છે. શરૂઆતમાં દેવોલીનાએ એક કંપનીમાં જ્વેલરી ડિઝાઇનિંગનું કામ કર્યું હતું. પરંતુ પછી તેણે તેના અભિનયના જુસ્સાને અનુસરવાનું નક્કી કર્યું.

દેવોલીનાએ ડાન્સ ઈન્ડિયા ડાન્સ 2માં ભાગ લઈને ઉત્તમ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. જે બાદ તેનું નસીબ બદલાયું અને તેને એક અભિનેતા તરીકે નવી ઓળખ મળી. પહેલા તેણે સીરિયલ ‘સાવરે સબકે સપને પ્રીતો’માં બાનીનો રોલ કર્યો હતો અને પછી 2012માં ‘સાથ નિભાના સાથિયા’થી તેને નવી ઓળખ મળી હતી. આ સિરિયલે તેણીને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અપાવ્યો અને આ સાથે જ વર્ષ 2014 માં ફરીથી બેસ્ટ એક્ટ્રેસ તેમજ ફેવરીટ વહુનો એવોર્ડ જીત્યો હતો.