Site icon Revoi.in

એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા હવે તમિલ ફીલ્મમાં કરશે ડેબ્યૂ – 200 કરોડ બેજટની હશે આ ફિલ્મ

Social Share

મુંબઈ – બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આ દિવસોમાં પોતાના પ્રોજેક્ટ અને શૂટિંગમાં ખૂબ વ્યસ્ત જોવા મળી રહી છે. આ સમયગાળા દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા દ્વારા ચાહકો માટે તેના નવા પ્રોજેક્ટને લઈને જાહેરાત કરી છે.

વાત જાણે એમ છે કે, એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા જોસેફ ડી સામી અને જેરાલ્ડ અરોકીઅમના નિર્દેશનમાં બની રહેલી Sci-Fi ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ તમિલ, કન્નડ, તેલુગુ, હિન્દી અને મલયાલમમાં રિલીઝ થવાની છે. ઉર્વશી રૌતેલા આ ફિલ્મથી તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે,આ ફિલ્મને લઈને વિતેલા દિવસોમાં સમાચાર મળ્યા હતા તે આલિયા ભટ્ટને આ ફિલ્મના મુખ્ય પાત્ર તરીકે કાસ્ટ કરવામાં આવી છે. જો કે હવે ફિલ્મના મેન રોલને લઈને નક્કી થઈ ચૂક્યુ છે કે ફિલ્મમાં ઉર્વશી રૌતેલા નિર્માતાઓની પહેલી પસંદ હતી, આલિયા ભટ્ટ ન હતી. સાઉથના સુપરસ્ટાર્સ રજનીકાંત, વિક્રમ, વિજય, અજિત કુમાર, દિગ્દર્શક જોસેફ ડી સામી અને ગેરાલ્ડ અરોકિયમ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યા બાદ હવે બોલિવૂડની મહારાણી ઉર્વશી રૌતેલા સાથે તમિલ સાયં-ફાઇ ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે.

ઉર્વશી રૌતેલા માઇક્રો બાયોલોજિસ્ટ અને આઈઆઈટીએનનો રોલ પ્લે કરતી જોવા મળશે, પજેનું શૂટિંગ મનાલીમાં શરૂ થઈ ગયું છે. પ્રાપ્ત વિગતોનુસાર આ ફિલ્મ 200 કરોડના બજેટવાળી ફિલ્મ છે.

ઉર્વશી રૌતેલાના પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેણે જિયો સ્ટુડિયો સાથે 3 ફિલ્મો સાઇન કરી છે, જેમાંની ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ જે બાયોપિક છે. આ સિવાય બ્લેક રોઝ, થિરુટુ પાયલ 2, ગુરુ રંધાવા સાથેનું મ્યુઝિક આલ્બમ ‘મર જાયેંગ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.

સાહિન-

Exit mobile version