દિલ્હીઃ કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વકર્યો છે, ખાલિસ્તાનીઓના કારણે શરુ થયેલો આ વિવાદ બન્ને દેશ વચ્ચે તણાવ પેદા કરી રહ્યો છે ત્યારે હવે કેનેડા સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે, ભારત સરકારે ગુરુવારે ટીવી ચેનલો જોઈ રહેલા વિશ્વના લોકો તરફથી ભારત વિરુદ્ધ સતત નિવેદનબાજી પર એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે.
આ સાથે જ કહેવામાં આવ્યું છે કે જે લોકોને ચેનલો પર બોલાવવામાં આવે છે, તેમાં ધ્યાન રાખવું જોઈએ કે તેમાં ગુનેગારો અથવા આતંકવાદ સાથે જોડાયેલા લોકો સામેલ ન હોય જેઓ દેશ વિરુદ્ધ નિવેદનો કરે છે.
મંત્રાલયે કહ્યું કે સરકાર મીડિયાની સ્વતંત્રતાનું સમર્થન કરે છે અને બંધારણ હેઠળ તેના અધિકારોનું સન્માન કરે છે, પરંતુ ટીવી ચેનલોએ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ 1995ની જોગવાઈઓનું પાલન કરવું પડશે અને તે હેઠળ જ સામગ્રીનું પ્રસારણ કરવું પડશે.
આ સાથે જ મંત્રાલયે કહ્યું કે ચર્ચા દરમિયાન વ્યક્તિએ આવી ઘણી ટિપ્પણીઓ કરી જે ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા અને તેની સુરક્ષા માટે હાનિકારક છે. મંત્રાલયે તે વ્યક્તિ કે ચેનલનું નામ જાહેર કર્યું નથી. મંત્રાલયે કહ્યું છે કે તે વ્યક્તિની ટિપ્પણીને કારણે દેશમાં જાહેર વ્યવસ્થા ખોરવાવી શેકાઓ હતી.