Site icon Revoi.in

આફ્રિકા: ઘાના દેશમાં વિસ્ફોટક લઈ જતા ટ્રકમાં થયો બ્લાસ્ટ, 500 બિલ્ડિંગ તૂટી, 17 લોકોના મોત

Social Share

દિલ્હી: પશ્ચિમ આફ્રિકાના દેશ ઘાનામાં એક પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે. જ્યારે 59 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ અનુસાર અનુસાર, ધામકા  દેશના પશ્ચિમ ભાગમાં બન્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, ખાણકામમાં ઉપયોગમાં લેવાતા વિસ્ફોટકો વહન કરતું વાહન પશ્ચિમ બાજુએ એક મોટરસાઇકલ સાથે અથડાયું અને વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા છે તો 60 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશનના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સેજી સાજી અમેદોનુએ જણાવ્યું કે,500 ઈમારતો નાશ પામી છે. એક પ્રાદેશિક કટોકટી અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે તેણે 10 મૃતદેહો જોયા છે. આ વિસ્ફોટ એપિએટમાં થયો હતો, જે દેશના પશ્ચિમ વિસ્તારમાં બોગોસો અને બાવડી શહેરોની વચ્ચે આવેલું છે.અહીં એક મોટરસાઇકલ વિસ્ફોટકો ભરેલી ટ્રકની નીચે આવી ગઈ હતી, જે કેનેડિયન કિનરોસ કંપની દ્વારા સંચાલિત ચિરાનો સોનાની ખાણ તરફ જઈ રહી હતી.

કિન્રોસના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે જ્યાં આ ઘટના બની તે સ્થળ ખાણથી 140 કિલોમીટર (87 માઈલ) દૂર હતું.