Site icon Revoi.in

કોરોનામાં રાહતઃ દેશમાં 4 મહિના જેટલા સમયગાળા બાદ  સૌથી ઓછા 30 હજાર જેટલા કેસ સામે આવ્યા

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઓછી થયેલી જોવા મળી રહી છે, ત્યારે દેશમાં કોરોનાના કેસો ઘટતા જોવા મળી રહ્યા છે,જો કે દેશમાં કોરોના મહામારીની બીજી લહેર સંપૂર્ણ પૂર્ણ થઈ નથી,  ત્રીજી તરંગને લઈને કેરળ, મહારાષ્ટ્ર અને ઓડિશા સહિતના ઘણા રાજ્યોમાં કેસો ઝડપથી વધી વઝતા જોવા મળી રહ્યા છે.

જો કે, આ મામલે એક રાહતની વાત છે કે ઘણા લાંબા સમયગાળા  પછી દેશમાં કોરોના સંક્રમણના દૈનિક કેસોમાં ઘટાડો નોંધાયો છે,મૃ છેલ્લા 24 કલાકમાં દેશમાં 30 હજાર 93 કેસ મળી આવ્યા છે અને 374 લોકોએ  કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે.

કોરોનાના કેસોને લઈને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે સવારે આઠ વાગ્યે આ પ્રમાણના આંકડા  રજૂ કર્યા હતા, જે મુજબ કોરોના સંક્રમણને લીધે વધુ 374 લોકોના મોત થયા છે, આ સાથે જ અત્યાર સુધી થયેલા મોતની સંખ્યા  4 લાખ 14 હજાર 482 થઈ ચૂકી છે,

આ સાથે જ છેલ્લા 111 માં નોંધાયેલા કેસો પૈકી છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની સંખ્યા  સૌથી ઓછી છે. હાલ કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા પમ ધટી છે,જે ઘટીને 4 લાખ 6 હજાર 130 પર આવી છે, જે છેલ્લા 117 દિવસમાં સૌથી ઓછી સંખ્યા છે. આ સંખ્યા કુલ કેસોમાં 1.30 ટકા છે. છેલ્લા 24 કલાકમાં, સારવાર હેઠળના દર્દીઓની સંખ્યામાં 15 હજાર 535 જેટલો ઘટાડો નોંધાયો છે. દર્દીઓનો સાજા થવાનો ગર પણ 97.37 ટકા છે.

આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 44 કરોડ 73 લાખ 41 હજાર 133 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી સોમવારે 17 લાખ 92 હજાર 336 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં સંક્રમણ નમૂનાઓનો દૈનિક દર 1.68 ટકા છે. છેલ્લા 29 દિવસથી આ ત્રણ ટકાથી ઓછું છે.

Exit mobile version