Site icon Revoi.in

વાનર પર સફળ પરિક્ષણ બાદ માનવ મગજ કોમેપ્યુટર સાથે જોડવામાં આવશે

Social Share

સમગ્ર વિશ્વ આજના સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે, અવનવા પ્રયોગો અને પરિક્ષણો થકી અવનવા સંશોધન થઈ રહ્યા છે ત્યારે હવે ટેસલાના સીઇઓ એલન મસ્કના જણાવ્યા પ્રમાણે તેમણે સ્થાપના કરેલી કંપની ન્યુરાલિન્ક દ્વારા વાનરના મગજને એ રીતે વાયર્ડ કરવામાં આવ્યું છે કે તે વિડિયો ગેમ્સ પણ રમી શકે.

આ કંપનીનું સાનફ્રાન્સિસ્કોમાં હેટક્વાર્ટર આવેલું છે તે ન્યુરાલિન્ક કંપનીમાં આશરે 100 જણાની ટીમ કમ્પ્યુટર-બ્રેઇન ઇન્ટરફેસ ડેવલપ કરવામાં જોતરાઈ છે તેઓ ખૂબજ હાર્ડ વર્ક આ બાબતે કરી રહ્યા છે

આ કંપનીએ વાનરના મગજમાં કમ્પ્યુટર ચીપ મુકીને તેને અનેક બારીક વાયર વડે મગજ સાથે જોડાણ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે આ વાયરિંગ બાદ વાનરના ચહેરા પણ જાણે ખુશી વ્યક્ત થઈ રહી હતી.

ન્યુરાલિન્ક દ્વારા કરવામાં આવેલી આ શસ્ત્રક્રિયા અમેરિકી નિયમો અનુસાર કરાઈ છે,આ મામલે . મસ્કે નવી સોશ્યલ મિડિયા કલબ હાઉસ એપ દ્વારા વાતચીત પણ કરી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે પણ તમે તેને જોશઓ ત્યારે ખબર નહી પડે કે,ન્યુરલ ઇન્પ્લાન્ટ ક્યાં કરવામાં આવ્યું છે તે જગ્યાએ માત્ર ન જેવો ડાર્ક લાગે છે એટલું જ જોવા મળશે.

ત્યારે હવે ન્યુરાલિન્ક એ તપાસવાનો પ્રયત્ન કર્યો છે કે,તે ચીપ ઇમ્પ્લાન્ટ કરીને વાનરોને એકબીજા સાથે માઇન્ડ પોન્ગ પણ રમાડી શકે છે .ટેસલા, સ્પેસ એક્સ અને ન્યુરાલિન્કના સીઇઓ મસ્કે આ અંગે જણાવ્યું હતું કે આ વાનરો વિડિયો ગેમ પણ રમી શકશે ,આ ન્યુરાલિન્કનો હતું હવે માનવ મગજમાંથી મશીનમાં જતી માહિતીનો પ્રવાહ વધારવાનો છે.

સાહિન-