- સુમૂલના ભાવમાં 2 રુપિયાનો વધારો
- આ પહેલા અમૂલે પણ રુપિયા 2 નો વધારો કર્યો હતો
અમદાવાદ- દેશભરમાં મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે જ્આ એક તરફ પેટ્રોલ-ડિઝલના ભઆવ ભળકે ભલી રહ્યા છએ ત્યા બીજી તરફ ખાદ્ય ચીજ વસ્તુંઓ પણ મોંધી થતી જોવા મળી રહી છે, તાજેતરમાં જ અમુલ ડેરીએ દૂધના ભાવમાં 2 રુપિયા વધાર્યા હતા ત્યારે હવે સુમૂલ ડેરીએ પમ દૂધના ભાવમાં વધારો કર્યો છે.
કે સુમૂલ ડેરી એ છેલ્લી વખત વર્ષ 2019 ના ડિસેમ્બરના સમયગાળામાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. જો કે 18 મહિના એટલે કે દોઢ વર્ષ બાદ ડેરી દ્વારા દૂધના ભાવમાં ફરી ગત 20 મી જૂનના રોજ પ્રતિ લિટર 2 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો હતો. ફરી નવ મહિના બાદ સુમુલ ડેરી એ પોતાના ભઆવ વધાર્યો છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સુમુલ ડેરી એક લિટર દુધ પર ૨ રૂપિયા ભાવ વધારી દેવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં સુમુલ ડેરીના ઉત્પાદનનું મોટા પાયે વેંચાણ થાય છે. આશરે રોજે 12 લાખ લિટર દુધનું વેચાણ થયું હોય છે. જેને લઈને સુરત તથા તાપી જિલ્લાના લાખો ગ્રાહકો પર હવે કોરોડોનો બોજો આવશે.
જાણવા મળતી જાણકારી અનુસાર ટ્રાન્સપોર્ટેશન સહિત, ખાણદાણના ભાવમાં વધારો થવાને કારણે દુધના ભાવમાં વધારો કરાયો છે. દક્ષઇણ ગુજરાતમાં સુમૂલનું મોટા પાયે વેંચાણ થતું હોવાથી જનતા પર મોંધવારીનો માર પડ્યો છે અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે