Site icon Revoi.in

દિલ્હી,મુંબઈ એરપોર્ટ બાદ હવે ગુહાવટી એરપોર્ટ માટે પણ માર્ગદર્શિકા જાહેર – યાત્રીઓએ હવે 3 કલાક પહેલા હાજર થવું પડશે

Social Share

દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી અને મુંબઈ એરપોર્ટ પર યાત્રીઓની ભારે ભીડ જામી રહી છે જેને લઈને સ્થિતિ નિયંત્રણની બહાર હતી ત્યારે વિતેલા દિવસે રણ ગૃહમંત્રાલય દ્રાર ઉચ્ચ બેઠક બોલાવામાં આવી હતી.જો કે દિલ્હી અને મુંબઈના એરપોર્ટને લઈને માર્ગર્શિકા જાહેર કરાઈ હતી ત્યારે હવે આ જ શ્રેણીમાં ગુહાવટી એરપોર્ટ માટે પણ માર્ગ ગર્શિકા જાહેર કરવામાં આવી છે.

એડવાઈઝરીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ગુવાહાટી એરપોર્ટથી ઈન્ટરનેશનલ અને નેશનલ ફ્લાઈટમાં ઉડતા મુસાફરોને તેમની ફ્લાઈટના સમયના ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચવાની સલાહ આપવામાં આવે છે.

ગુવાહાટી એરપોર્ટ પર પણ મુસાફરો માટે નવી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. આ એડવાઈઝરી મુજબ, વ્યક્તિએ નિર્ધારિત સમય કરતાં લગભગ ત્રણ કલાક પહેલા એરપોર્ટ પહોંચવાનું રહેશે. ગુવાહાટી એરપોર્ટે આગામી તહેવારોની મોસમની રજાઓમાં ભીડથી બચવા માટે આ નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે ક્રિસમસ અને વર્ષનો અંતિમ મહિનો હોવાના કારણે અનેક લોકો પ્રવાસે જઈ રહ્યા છએ જેને લઈને એરપોર્ટ પર ભારે ભીડ જામી રહી છે.

ગુવાહાટી એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. આશા સેવાઈ રહી છે કે તહેવારોની સિઝન શરૂ થતાં જ લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. અદાણી ગ્રુપ દ્વારા નિયંત્રિત એરપોર્ટની એડવાઈઝરી જણાવે છે કે, ‘અમે એરપોર્ટ પરથી મુસાફરી કરતા તમામ મુસાફરોને તમામ પ્રકારની મુસાફરી સંબંધિત ઔપચારિકતાઓ અને સુરક્ષા પરીક્ષણો માટે વધુ સમય આપવા વિનંતી કરીએ છીએ.’