Site icon Revoi.in

અનેક દેશમાં ભૂકંપની ઘટના બાદ હવે અર્જેન્ટીનામાં ભૂકંપના આચંકાઓ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.5 નોધાઈ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને બુધવારના રોજ અફઘાનિસ્તાન, પાકિલસ્તાન ભારત સહીત કેટલીક જગ્યાઓએ ભૂકંપ આવવાની ઘટના બની હતી ત્યારે હવે અર્જેન્ટીનામાં પણ ભૂકંપ આવ્યો છે જેની તીવ્રતા 6.5 નોંધવામાં આવી છે.

ભૂકંપના કારણે શહેરના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. આર્જેન્ટિનાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિસ્મિક પ્રિવેન્શને જણાવ્યું હતું કે ભૂકંપ એટલો જોરદાર હતો કે અસરગ્રસ્ત વિસ્તારોમાં દરેક વસ્તુઓ ભારે જોશ સાથે હલવા ડુલા લાગી હતી.

ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપના એક દિવસ બાદ બુધવારે મોડી રાત્રે આર્જેન્ટિનામાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, રિક્ટર સ્કેલ પર 6.5ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આર્જેન્ટિનાના સાન એન્ટોનિયો ડે લોસ કોબ્રેસથી 84 કિમી ઉત્તર પશ્ચિમમાં અનુભવાયો હતો.

વધુ વિગત પ્રમાણે પ્રાંતીય રાજધાની સાન સાલ્વાડોર ડી જુજુયથી લગભગ 147 કિલોમીટર  દૂર ઉત્તર-પશ્ચિમ પ્રાંત જુજુયમાં સ્થાનિક સમય મુજબ બપોરે 1 વાગ્યે ભૂકંપ આવ્યો હતો અને તેની  ઊંડાઈ 209 કિલોમીટર નોંધાઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, તેના આંચકા ઉત્તર ચિલીમાં પણ અનુભવાયા હતા.

ભૂકંપ આવવાની ઘટનાનો લોકોને અનુભવ થતાની સાથે જ અફરાતફરી સર્જાય હતી લોકોમાં ડર જોવા મળ્યો હતો જુજુયના રહેવાસીઓને તેમના મોબાઇલ ફોન પર ભૂકંપ વિશે ચેતવણી આપવામાં આવી હતી. ભૂકંપમાં કોઈ જાનહાની કે જાનહાનિના સમાચાર મળ્યા નથી.