Site icon Revoi.in

ભારે વરસાદ બાદ રાજકોટમાં તંત્ર કામે લાગ્યું, કહ્યું 80 ટકા પેચવર્કની કામગીરી પૂર્ણ

Social Share

રાજકોટ: શહેરમાં ભારે વરસાદને પગલે રસ્તાઓને મોટા પાયે નુકસાન થયું હતું. લોકો હેરાન પરેશાન પણ થયા હતા, ત્યારે મેયર પ્રદીપ ડવે જણાવ્યુ હતુ કે, અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર ખાડા પડ્યાની ફરિયાદ મળેલી. તે સમયે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે ખાડા પણ પુરવામાં આવ્યા હતા.

હાલ પેચવર્કની કામગીરી ચાલી રહી છે.અત્યાર સુધીમાં અંદાજિત 80 ટકા કામ પૂર્ણ થયું ચૂક્યું છે. મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના નાના મવા રોડ પર કે જ્યાં પેચવર્કની કામગીરી શરૂ છે ત્યાં મુલાકાત પણ લીધી હતી અને આગામી ત્રણ દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

જો કે રાજકોટના કેટલાક વિસ્તારોમાં બ્રિજ તથા અન્ય કામ થઈ રહ્યા છે તેના કારણે કેટલાક રસ્તાને ક્યારેક બંધ કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાતી હોય છે. ચોમાસામાં એકબાજુ તૂટેલા રોડ અને બીજી બાજૂ તૂટેલા રોડના કારણે લોકોએ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો છે. જો કે હવે થોડા દિવસમાં તેમને ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાઓમાંથી પણ રાહત મળે તેમ છે.

Exit mobile version