Site icon Revoi.in

મેગી પાણીપુરીના વીડિયો બાદ હવે ગોલગપ્પા શેકનો વીડિયો થયો વાયરલ

Social Share

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી અજબ-ગજબ ફૂડ કોમ્બિનેશનને લગતા વીડિયોની બાઢ આવી છે.સ્ટ્રીટ વેંડર્સ આઇકોનિક ફૂડસ સાથે તમામ એવા પ્રયોગ કરી રહ્યા છે જાણે દેશમાં સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરવાની સ્પર્ધા ચાલી રહી હોય.ક્યારેક વડાપાવ આઇસક્રીમ રોલનો વીડિયો તો ક્યારેક મેગી સાથેની પાણીપૂરીનો વીડિયો….આ જોઈને લોકોનો મગજ ફરી ગયો છે. ત્યાં હવે વધુ એક વીડિયો વાયરલ થયો છે. અને આ વાયરલ થઈ રહેલો વીડિયો બાદ દરેક લોકો ગુસ્સામાં હશે.ખરેખર, એક વ્યક્તિએ ગોલગપ્પા શેકની શોધ કરી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે,એક વેંડર ગોલગપ્પા શેક બનાવતો જોવા મળી રહ્યો છે.આ વ્યક્તિ પહેલા મિક્સરની બરણીમાં કેટલાક ગોલગપ્પા નાખે છે.આ પછી તેમાં છૂંદેલા બટાકા, ખાંટુ અને મીઠું પાણી ઉમેરીને તેનો શેક તૈયાર કરે છે. આ પછી તેને ગ્લાસમાં નાખીને ગોલગપ્પાના પાવડરથી ગાર્નિશ કરીને સર્વ કરે છે. આ અજીબોગરીબ રેસીપી જોઈને તમારું મન ઉડી જશે. તો ચાલો જોઈએ આ વિડિયો.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

આ વિચિત્ર ગોલગપ્પા શેકનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર foodie_blest નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, ‘શું લાગે છે, કેવું હશે?’

આ વીડિયો જોયા બાદ લોકો વેંડર પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, ઉલ્ટી કરવા માટે બેગ આપશો કે પછી સાથે જ લાવવી પડશે.તો, અન્ય એક યુઝરનું કહેવું છે કે,આ જોયા પછી મને ઉલટી થઈ ગઈ. તેવી જ રીતે અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે,વેંડર કઈ પણ કરી રહ્યા છે ભાઈ. આવા લોકોને દુનિયામાંથી હાંકી કાઢો.

Exit mobile version