Site icon Revoi.in

ઓટીટી પ્લેટફોર્મની સફળતા બાદ એક્ટર રાજકુમાર રાવને મળી બીજી કોમેડી ફિલ્મ – ફિલ્મમાં ગુજરાતી અભિનેતા અભિષેક જૈન પણ જોવા મળશે

Social Share

મંબઈ – ફિલ્મ ‘રૂહી’ ના ટ્રેલેરે હિન્દી ફિલ્મના દર્શકોમાં ફરી એક વાર થિયેટરોમાં જવાની ઇચ્છાને જાગૃત કરી છે.અભિનેતા રાજકુમારની  ફિલ્મ ‘રૂહી’ ના ટ્રેલરને દર્શકોએ ખૂબ વખાણ્યું છે અને તેના પરિણામે રાજકુમાર રાવને બીજી એક કોમેડી ફિલ્મ મળવા પામી છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ તેની ફિલ્મ ‘સ્ત્રી’ ની પાર્ટનર અપારશક્તિ ખુરાના સાથે જોડાશે.

હોરર ફિલ્મ રૂહીના નિર્માતા દિનેશ વિજનની આ નવી ફિલ્મ કન્ટેન્ટ સિનેમાના અસલ પોસ્ટર બોય રાજકુમાર રાવને મળી છે. દિનેશ વિજન જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણો દેવીની મુલાકાતે છે. તેણે આ નવી ફિલ્મની જાહેરાત ત્યાંથી જ કરી હતી. દિનેશ વિઝન સાથે ફિલ્મના નિર્માતા મહાવીર જૈન પણ આ ફિલ્મમાં જોડાઇ રહ્યા છે. મહાવીર જૈને તાજેતરમાં નિર્માતા નિર્દેશક આનંદ એલ રાયના સહયોગથી ચેસ સમ્રાટ વિશ્વનાથન આનંદની બાયોપિક બનાવવાની પણ જાહેરાત કરી છે.

ફિલ્મમાં હિરોઇન બનવાનો મોકો  કૃતિ સૈનને જ મળશે, તેમાં કોઈ પણ પ્રકારની હંગામો થવાની વાત નથી. આ ફિલ્મમાં પરેશ રાવલ, રત્ના પાઠક શાહને  પણ બે ખાસ પાત્રો માટે  લેવામાં આવ્યા છેજો કે હજી સુધી આ ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું નથી મા બાકી જ રાખવામાં આવ્યું છે.

રાજકુમાર  રાવ અને કૃતિ સૈનન અભિનીત ફિલ્મમાં ગુજરાતી સિનેમાના બીજા દિગ્દર્શક પણ આ ફિલ્મ સાથે જોડાઈ રહ્યા છે. તેનું નામ અભિષેક જૈન છે. ફિલ્મના તમામ કામો, કાસ્ટિંગ અને ક્રૂ ફાઇનલ બાદ, બંને નિર્માતાઓએ વૈષ્ણોદેવીના દર્શન કરીને આગામી ફિલ્મ માટે આશિર્વાદ લીધા હતા.

રાજકુમ્મર રાવે કોરોના સંક્રમણના સમયગાળામાં બેક ટૂ બેક ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે જે દર્શકોએ ખૂબ વખાણી છે, આ ત્રણેય ફિલ્મો સીધી ઓટીટી પર રિલીઝ થઈ હતી અને રાજકુમાર હાલમાં હિન્દી સિનેમા કલાકારોમાં પ્રથમ નંબર જોવા મળે છે કે જેમની પાસે કોરોના કાળમાં ડિજિટલ સફળતાની સૌથી વધુ ફિલ્મો છે. ‘લીપ’, ‘લુડો’ અને ‘ધ વ્હાઇટ ટાઇગર’ની સફળતાએ વર્ષ 2021 માં રાજકુમારને ટોચનાં સ્ટાર્સની આગળ લાવીને મૂક્યો છે.

સાહિન-