Site icon Revoi.in

ટામેટા બાદ હવે દાળ -કઠોળના ભાવ વઘતા ગૃહિણીઓનું ખોરવાયું બજેટ

Social Share

અમદાવાદઃ-  દેશભરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા હજી તો થાડા જ દિવસો થયા ટામેટાના ભાવમાં રાહત મળ્યા ને ત્યાતો હવે દાળ કઠોળના ભાવમાં રુપિયા 10 થી 12નો વઘારો ઝિંકાયો છે જેની સીઘે સીઘી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી જોવા મળી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યભરની જો વાત કરવામાં આવે તો મોટા મોટા શહેરો જેવા કે અમદાવાદ , રાજકોટ, વડોદરા સુરતમાં દાળ કઠોળ મોંધા થયેલા નોંધાયા છે.એક તરફ તહેવારોના દિવસો નજીક છે તો બીજી તરફ દાળ કઠોળના ભાવ વધઅયા છે.

માહિતી અનુસાર છેલ્લા 15 દિવસમાં તુવેર દાળ, અડદ દાળ અને ચણાની દાળના ભાવમાં અચાનક કિલોએ 10થી 25 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે. મોલ્સથી લઈને રિટેલ શોપમાં આ ભાવો લાગૂ થતા ગૃહિણીઓ પરેશાન છે.ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા તુવેરદાળનો ભાવ રૂ. 120-125 હતો. જે અત્યારે 135 આસપાસ થયો છે. જ્યારે ચણાદાળના ભાવ રૂ. 60-62નાં હતા જે હવે 70-72 રું વઘી ચૂક્યા છે.

માહિતી અનુસાર તહેવારોના કારણે માગમાં વધારો થતા ભાવમાં વધારો
હાલમાં એકતરફ આયાત બંધ હોવાને કારણે આવકમાં ઘટાડો થયો છે. બીજીતરફ તહેવારોના કારણે માગમાં વધારો થતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.

 જુદા જુદા શહેરોના માર્કેટના ભાવને જોતા જો ભાવ પર નજર કરીએ તો તુવેર દાળમાં કિલોએ 10થી 12 રૂપિયાનો વધારો થયો છે. અડદ દાળમાં કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો છે અને ચણા દાળમાં કિલોએ 4થી 5 રૂપિયાનો વધારો થયો છે. હાલ થોડા સમય માટે આ ભાવવધારો થયો છે.એવો પણ અંદાજ લગાવાયો છે કે વિતેલા વર્ષે તુવેરનું ઉત્પાદન આછુ થવાથી આ ઊભાવ વઘારો નોંધાયો છે.

ભારતમાં ખાસ કરીને મુખ્યત્વે આફ્રિકા અને બર્માથી તુવેર આયાત થાય છે. આ વખતે આફ્રિકામાં પણ તુવેરનો પાક ઓછો હતો અને યુદ્ધની પરિસ્થિતિને કારણે દુનિયાના તમામ દેશોની ઓવરસ્ટોક કરવાની વૃત્તિને કારણે પણ આફ્રિકાની તુવેર આ વખતે પુરતી માત્રામાં આવી ન હતી જેની અસર પણ કહી શકાય છે.નવો સ્ટોક આવશે એટલે ભાવ ઘટશે તેવી આશાઓ સેવાઈ રહી છે.શહેરાના અનેક માકેર્ટેના પ્રમુખ દ્રારા જણાવાઈ રહ્યું છે કે આફ્રિકામાં પણ તુવેરનો નવો પાક આવી ગયો હશે અને 15 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધીમાં આફ્રિકાથી તુવેરનો નવો સ્ટોક આવી જશે. તુવેરના ભાવ ચોક્કસથી ઘટશે.

Exit mobile version