Site icon Revoi.in

ટામેટા બાદ ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગરીના ભાવ માત્ર બે અઠવાડિયામાં અઢી ગણા વધ્યા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં મોંધવારીનો માર હજી પણ ક્યાંક જોવા મળી રહ્યો છે ટામેટાના ભાવમાં  મોટી રાહત અને એલપીજી સિલિન્ડરમાં પાહત બાદ ગરિબોની કસ્તુરી ગણાતી ડુંગળી આગામી દિવસોમાં જો સૌને રડાવે તો નવાઈની વાત નહી હોય કારણ કે છેલ્લા 2 અઠવાડિયામાં ડુંગળીના ભાવ દરેક સ્થળોએ 2 થઈ અઢી ગણા વધેલા જોવા મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે  ડુંગળીના ભાવે સામાન્ય માણસની ચિંતા વધારી દીધી છે. માર્કેટમાં  ડુંગળીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. જો કે, કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકારે ડુંગળીની નિકાસ પર 40 ટકા સુધીનો ટેક્સ લાદવાની જાહેરાત કરી છે. આમ છતાં ડુંગળીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.